પક્ષ પલટો/ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ પક્ષ-પલટાની મોસમ પુરજોશમાં ચાલી રહી છે, રાજકિય નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.

Top Stories Gujarat
17 5 પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે!
  • વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર
  • કોંગ્રેસમાં જોડાઈ શકે છે મહેન્દ્રસિંહ વાઘેલા
  • જગદીશ ઠાકોર-નેતાઓની હાજરીમાં કરશે ખેસ ધારણ
  • બાયડનાં પૂર્વ ધરાસભ્ય હતા મહેન્દ્રસિંહ વાઘેલા
  • પૂર્વ CM શકરસિંહ વાઘેલાના પુત્ર છે મહેન્દ્રસિંહ
  • આગામી દિવસોમાં શકરસિંહ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ પક્ષ-પલટાની મોસમ પુરજોશમાં ચાલી રહી છે, રાજકિય નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ચૂંટણી આવતાની સાથે જ નેતાઓ તક જોઇને પલટી મારતા હોય છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના અધ્યશ્ર જગદીશ  ઠાકોર અને દિગ્ગજ  નેતાઓની હાજરીમાં ખેસ ધારણ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેન્દ્ર સિંહ કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસ હાઇકમાન્ડ તેમને ધારાસભ્યની ટિકિટ પણ ફાળવશે.બાયડ વિધાનસભાની બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડી શકે છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાલ  મજબૂત નેતાઓને કે જે બેઠક જીતી શકે છે તેને ટિકિટ ફાળવશે.

ઉલ્લેખનીય છે કે  31 ઓક્ટોબરથી ગુજરાતના 5 ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા ફરશે. આ પાંચય ઝોનમાં પરિવર્તન યાત્રાને કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ પ્રસ્થાન કરાવશે