Cricket/ ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટકીપર મહિલા ખેલાડીએ રચ્યો ઈતિહાસ, UAE માં આ પુરુષ ટીમને આપશે કોચિંગ

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારાહ ટેલરે ઈતિહાસ રચ્યો છે. જણાવી દઇએ કે, તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કોચ બની છે. આપને જણાવી દઈએ કે અબુ ધાબી T10 લીગ 19 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.

Sports
સારા ટેલર

ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર સારાહ ટેલરને 19 નવેમ્બરથી શરૂ થનારી અબુ ધાબી T10 લીગ માટે ટીમ અબુ ધાબીની સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ પુરૂષ વ્યાવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પ્રથમ મહિલા કોચ બની ગઇ છે.

આ પણ વાંચો – T20 World Cup / ફટાફટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બન્યો બાબર આઝમ, કોહલીનો તોડ્યો રેકોર્ડ

ટેલર યુનાઇટેડ કિંગડમમાં સફળતા સાથે મેન્સ કાઉન્ટી ટીમની પ્રથમ મહિલા નિષ્ણાત કોચ બની હતી. હવે તે ટીમ અબુ ધાબી સાથે ફરી એક નવા માર્ગ પર છે અને આશા છે કે T10 લીગ સાથે તેની ભાગીદારી વિશ્વભરની મહિલાઓને પ્રેરણા આપશે. તે મુખ્ય કોચ પોલ ફારબ્રેસ અને દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરની સાથે ટીમની કમાન સંભાળશે. સારાહ ટેલર ફ્રેન્ચાઈઝી ટીમ સાથે જોડાઈને ખુશ છે. અબુ ધાબી ટીમનાં ટ્વિટર હેન્ડલ પર જઈને તેણે કહ્યું, “ફ્રેન્ચાઇઝી વર્લ્ડમાં આવવાથી તમને દુનિયાભરનાં ખેલાડીઓ અને કોચને મળવાની તક મળે છે જે સામાન્ય નથી પરંતુ મને ખુશી થશે.” જો કોઈ યુવતી કે કોઈ મહિલા મને ટીમને કોચિંગ આપતા જોઈ શકે અને આ તકને સમજે અને તેના માટે પ્રયત્ન કરી શકે છે. તે કહી શકે છે કે તેણે આ કરી લીધુ તો હુ કેમ ન કરી શકું. સારાહ ટેલરે એમ પણ કહ્યું કે મારા માટે આ એક મોટું સરપ્રાઈઝ હતું. હું અબુ ધાબી જવાના દિવસો ગણી રહી છું. હું રાહ જોઈ શકતી નથી.

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / રસાકસી બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાને 5 વિકેટથી હરાવ્યું,આસિફ અલીની સ્ફોટક બેટિંગ 7 બોલમાં 25 રન

જલદી મને ખબર પડી કે આ પ્રવાસને વધુ રોમાંચક બનાવનાર સ્ટાફ કોણ હતો અને જો હું આ તક ચૂકી ગઇ તો હું મૂર્ખ કહેવાઈશ. ક્રિકેટર તરીકે મેદાન પર સફળ રહેલી સારાહ ટેલર હવે કોચિંગમાં સફળ થઈ શકે છે તે તો હવે જોવુ રહ્યુ પણ તેની ઇચ્છા છે કે તે કોચિંગમાં ઘણું શીખવા માંગે છે. તેણીએ કહ્યું, “મને ક્યારેય પુરૂષ વાતાવરણથી કોઈ સમસ્યા નથી થઈ અને હું પડકારનો આનંદ માણું છું. તમે હંમેશા સાબિત કરવા માંગો છો કે તમે સારા છો, પરંતુ નવા વાતાવરણમાં જતા કોઈપણ કોચ માટે પણ તે જ વાત લાગુ પડે છે. બે ICC મહિલા વિશ્વકપ, મહિલા T20 વર્લ્ડકપ અપાવનાર સારાહ ટેલરે તેની શાનદાર કારકિર્દી દરમિયાન 226 વખત ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.