Team India/ પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જ્હોન્સને આત્મહત્યા કરી, ચોથા માળેથી કૂદકો માર્યો

જોનસન ભારત માટે બે ટેસ્ટ મેચ રમ્યો હતો

Top Stories Breaking News Sports

Cricket News : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જોનસન ભારત માટે બે ટેસ્ટ મેચ રમ્યો હતો. ગૌતમ ગંભીર અને અનિલ કુંબલે સહિત ઘણા ક્રિકેટરો તરફથી પ્રતિક્રિયા આવી છે.પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. તેણે ચોથા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી.

તેણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું અને તે જ વર્ષે તેની બીજી ટેસ્ટ મેચ રમી. આ પછી તેને તક ન મળી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂકેલા પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને મહાન બોલર અનિલ કુંબલે સહિત ઘણા ક્રિકેટરોની પ્રતિક્રિયાઓ સામે આવી છે અને તેઓએ આ પૂર્વ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી છે.
ભારત માટે બે ટેસ્ટ મેચ રમવા ઉપરાંત ડેવિડ જોન્સન લાંબા સમયથી કર્ણાટક માટે રણજી ક્રિકેટ રમ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ગુરુવારે એક ખાનગી એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનનો શિકાર હતો.

સૂત્રોએ રિપબ્લિક વર્લ્ડને જણાવ્યું કે જોન્સને ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું છે. માહિતી મળતાં જ કોથાનુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને ક્રેસન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.ડેવિડ જ્હોન્સનના મૃત્યુના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ સંદેશાઓનો પૂર આવી ગયો હતો. જ્હોન્સનના અકાળ અવસાન પર શોક વ્યક્ત કરતા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ એક પોસ્ટ કર્યું ”

ડેવિડ જોનસન ફાસ્ટ બોલિંગ કરતો હતો, પરંતુ તેની કારકિર્દી લાંબો સમય ટકી ન હતી. ઓક્ટોબર 1996 માં, તેણે ભારત માટે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી અને ડિસેમ્બર 1996 માં, તેણે ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટ મેચ રમી, જે તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેણે કર્ણાટક માટે 39 ફર્સ્ટ ક્લાસ મેચ અને 33 લિસ્ટ A મેચ રમી હતી. તેણે 1992માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને 2002 સુધી સક્રિય રહ્યો. ફિટનેસ અને ફોર્મના કારણે તેને લાંબા સમય સુધી ભારત તરફથી રમવાની તક મળી ન હતી. તે બે ટેસ્ટ મેચમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે