નિધન/ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં નિધન

પૂર્વ ધારાસભ્ય વી.વી. વધાસિયાનું નિધન થયું છે, મળતી માહિતી પ્રમાણે તેમને માર્ગ અકસ્માત નડતા નિધન થયું છે આ અકસ્માત સાવરકુંડલાના શેલણા વડા પાસે થયો હતો

Top Stories Gujarat
8 1 6 સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં નિધન
  • પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું નિધન
  • માર્ગ અકસ્માતમાં થયું વઘાસિયાનું નિધન
  • સાવરકુંડલાના શેલણા વંડા પાસે થયો અકસ્માત
  • કાર અને જેસીબી વચ્ચેના અકસ્માતમાં થયું મોત
  • સાવરકુંડલાના ધારાસભ્ય રહી ચૂક્યા છે વી.વી. વઘાસિયા
  • રાજકીય અને સામાજીક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યાં

પૂર્વ ધારાસભ્ય વી.વી. વધાસિયાનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે તેમને માર્ગ અકસ્માત નડતા નિધન થયું છે. આ અકસ્માત સાવરકુંડલાના શેલણા વડા પાસે થયો હતો. કાર અને જેસીબી વચ્ચેના અકસ્માતમાં વી.વી. વઘાસિયાનું નિધન થયું.

નોંધનીય છે કે વી.વી. વધાસિયા સાવરકુંડલાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના નિધનની માહિતી મળતા રાજકીય અને સામાજીક આગેવાનો હોસ્પિટલમાં પહોંચ્યાં હતા.

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ વીવી વધાસીયાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. વીવી વઘાસિયાના અકસ્માતના સમાચાર સાંભળતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી.