પત્નીનું મેણું/ પાકિસ્તાની ઇમરાનખાનને તેની પત્નીએ એવું મેણું માર્યું કે જાણે….

પત્નીનું મેણું ક્યારેય કોઈ પતિનો હોદ્દો જોતું નથી. સામાન્ય માણસથી લઈને દેશના વડાપ્રધાનને પણ પત્નીનું મેણું સહન કરવું જ પડે છે.

World Trending
ઇમરાનખાન

પત્નીઓ ઉપર જોક્સ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં બને છે. ખાસ કરીને દરેક પત્ની તેના પતિને મેણું મારતી જ હોય છે. પત્નીનું મેણું ક્યારેય કોઈ પતિનો હોદ્દો જોતું નથી. સામાન્ય માણસથી લઈને દેશના વડાપ્રધાનને પણ પત્નીનું મેણું સહન કરવું જ પડે છે. આવું જ એક મેણું હાલમાં પાકિસ્તાની પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન ને સહન કરવાનું વારો આવ્યો છે. ઇમરાન ખાનની પત્નીએ ખાનને એવું મેણું માર્યું છે કે જે દેશ વિદેશમાં હાસ્યને પાત્ર બની રહ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર તેમની પૂર્વ પત્નીએ કટાક્ષ કરતા કહ્યું કે, કપિલ શર્મા શોમાં સિદ્ધુની જગ્યા ખાલી છે. ખાન સાહેબ ઈચ્છે તો ટ્રાય કરી શકે છે. વડાપ્રધાનની ખુરશી પરથી ખસેડવામાં આવ્યા બાદ ઇમરાન ખાનને વિવિધ સલાહ મળી રહી છે. હવે ઇમરાન ખાનને કહેવામાં આવી રહ્યું છે કે, તેનામાં કોમેડી ટેલેન્ટ ઘણું છે. જેથી તેને બૉલીવુડ કે પછી કોમેડિયન કપિલ શર્માના શોમાં જોડાઈ જવું જોઈએ. ઈમરાન ખાનને આ સલાહ બીજા કોઈએ નહીં પણ તેની પૂર્વ પત્ની રેહમ ખાને આપી છે.

રેહમ ખાને ઈમરાન ખાન પર કટાક્ષ કરતા કહ્યું કે, “તેનામાં કોમેડી ટેલેન્ટ છે અને હું સૂચન કરું છું કે તે ‘ધ કપિલ શર્મા શો’માં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લઈ શકે છે. રેહમ ખાનની આ કોમેન્ટ ત્યારે સામે આવી જ્યારે ઈમરાન ખાને પેશાવરમાં એક રેલીમાં બોલતાં બોલતાં ભડકી ગયા હતા. અડધી રાત્રે અવિશ્વાસ મત પર સવાલ ઉઠાવતા તેમણે વિપક્ષની સાથે સાથે ન્યાયપાલિકા પર પણ નિશાન સાધ્યું હતું. ઈમરાને એવી પણ ચેતવણી આપી હતી કે જ્યારે હું સરકારનો ભાગ હતો ત્યારે હું ખતરનાક ન હતો, પરંતુ હવે હું વધુ ખતરનાક બની જઈશ. તેવું ઈમરાન ખાને જણાવ્યું હતું. અનેક લોકો હારેલા ઈમરનાખાન ઉપર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે અને તેની પત્નીઓ પણ ઇમરાનખાનને ટોન્ટ મારવાનો કે સંભળાવવાનો એકેય મૌકો છોડતી નથી. ઇમરાન ખાન અને તેની પત્નીઓ વચ્ચે જાણે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું PM મોદી કરશે અનાવરણ