રાજકીય સંગ્રામ/ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અમિત શાહને મળવા પહોચ્યા

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસ્થાને મળવા પહોચ્યા છે. આના લીધે પંજાબના રાજકીય સમીકરણો વધુ તેજ બની ગયાં છે

Top Stories
AMRINDAR પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અમિત શાહને મળવા પહોચ્યા

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસ્થાને મળવા પહોચ્યા છે. આના લીધે પંજાબના રાજકીય સમીકરણો વધુ તેજ બની ગયાં છે. અમરિંદર સિંહને જે રીતે કોંગ્રેસે રાજીનામું લઇ લેતા તે ખુબ નારાજ થયા હતા.હાલ તેઓ અમિત શાહના નિવાસ્થાને મળવા પહોચ્યા છે. આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે પંજાબમાં રાજકીય ઘમાસાન સમાપ્ત થવાના બદલે વધી રહ્યો છે,રાજકીય અટકળો હાલ તેજ બની ગઇ છે કેપ્ટન જે રીતે અમિત શાહને મળવા જઇ રહ્યા છે તો એવું લાગી રહ્યુ છે કે અમરિંદર સિહં અલગ પક્ષ રચશે કે પછી ભાજપમાં જોડાશે  તે જોવાનું રહ્યું.ટૂંક સમયમાં બધી બાબતો સામે આવી જશે.

પંજાબમાં કેપ્ટન અને નવજોત સિંહ વચ્ચે છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે શીત યુદ્વ ચાલી રહ્યું હતું .કોગ્રેસે અમિંદર સિંહને  સિદ્વુના દબાવ હેઠળ કેપ્ટન પાસેથી રાજીનામું લઇ લીધુ હતું, બાદમાં પરિસ્થિતિ પંજાબની વધુ વકરી છે. પંજાબના અધ્યક્ષ તરીકે નવજોત સિદ્વુએ પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ હાલ પંજાબની સ્થિતિથી બેહાલ થઇ છે .એક બાજુ કેપ્ટનને હટાવ્યા તો બીજી બાજુ સિદ્વુએ પક્ષ છોડીયું.