અફઘાનિસ્તાન/ જેનો ડર હતો તાલિબાને તેવી હરકતો કરી શરૂ, જાહેરમાં ક્રેનની મદદથી ચાર મૃતદેહો લટકાવ્યા

હવે ફરી એકવાર તાલિબાનોએ શહેરનાં મુખ્ય ચોક પર ક્રેનથી ચાર મૃતદેહો લટકાવી દીધા છે જે જોઇને સમગ્ર વિશ્વ એકવાર ફરી હચમચી ગયુ છે. 

Top Stories World
તાલિબાનનો નાપાક ચહેરો

અફઘાનિસ્તાન પર તાલિબાનોનાં કબજા બાદથી આ દેશની પરિસ્થિતિ કેવી છે તે હવે દુનિયાથી છુપાયેલુ નથી. આ સમયે અહીંની પરિસ્થિતિ ઝડપથી બદલાતી જણાય છે. સમગ્ર વિશ્વ અને અફઘાનિસ્તાન જે વાતથી ડરતા હતા, તાલિબાન દ્વારા હવે તે ક્રૂરતા શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો – Covid-19 / ડાયમંડ સીટીએ મેળવી એક ખાસ સિદ્ધિ, વેક્સિનેશનમાં બન્યું નંબર One

આપને જણાવી દઇએ કે, તાલિબાને પોતાનો કટ્ટરપંથી, ક્રૂર અને ઘૃણાસ્પદ ચહેરો બતાવવાનું શરૂ કરી દીધુ છે. અહીંથી અત્યાર સુધી ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે જે ચોંકાવનારા છે. હવે ફરી એકવાર તાલિબાનોએ શહેરનાં મુખ્ય ચોક પર ક્રેનથી ચાર મૃતદેહો લટકાવી દીધા છે જે જોઇને સમગ્ર વિશ્વ એકવાર ફરી હચમચી ગયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા ચાર લોકો પર અપહરણનો આરોપ હતો. સાથે જ તાલિબાને આ લોકોની હત્યા બાદ કહ્યું કે, ‘અપહરણ કરનારા લોકોને પાઠ ભણાવવો જરૂરી હતો.’ હેરત પ્રાંતનાં ડેપ્યુટી ગવર્નર મૌલવી શિર અહમદ મુહાજીરે જણાવ્યું હતું કે, “મૃતદેહોને વિવિધ જાહેર સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. આમ કરીને તેમની સરકાર એક સંદેશ આપવા માંગે છે કે દેશમાં અપહરણ સહન નહીં થાય. જો કે, અત્યારે એ સ્પષ્ટ નથી કે આ ચારેય પોલીસ સાથેની ગોળીબારીમાં માર્યા ગયા હતા કે પછી ધરપકડ થયા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો – ભાવ વધારો / સામાન્ય નગરિકને વધુ એક મોંઘવારીની માર, LPG સિલિન્ડરનાં ભાવમાં વધારો

હજુ સુધી તાલિબાન તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે, આ ઘટનાનાં ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે લોકોનાં હોશ ઉડાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રકની પાછળ 4 મૃતદેહો પડેલા છે. વળી, આમાંથી એક પાછળથી ક્રેનની મદદથી લટકાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે તાલિબાન સૈનિકો હથિયારો સાથે ટ્રક પાસે ઉભા છે અને સામાન્ય લોકોનું ટોળું ક્રોસરોડ પર ઉભું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૃતદેહોને ક્રેનની મદદથી અલગ અલગ ચોકડી પર લટકાવવામાં આવ્યા હતા. ઉલ્લેેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં હવે સામાન્ય નાગરિકોનું રહેવુ ઘણુ મુશ્કેલીભર્યુ દેખાઇ રહ્યુ છે, જો કે તેઓ આ જાણતા હોવા છતા હવે જાણે આ દેશમાં રહેવા મજબૂર બન્યા છે.