Madhyapradesh News : મધ્યપ્રદેશના રાયસેનમાં અંદાજે 50 વર્ષ જૂનો પૂલ ધરાશાયી થતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ બનાવની વિગત મુજબ રાયસેવા જિલ્લાના બરેલી-પિપરિયા એક્સેસ રોડ પર નયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેને લઈને પૂલ ઉપરથી પસાર થઈ રહેલા બે મોટરસાયકલ સવાર સહિત ચાર જણા ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ ભોપાલ રિફર કરાયા હતા. પુલ કૂટી પડતા નીચે કામ કરી રહેલા કામદારો ભાગી જતા મોટી જાનહાની ટળી હતી.
આ પુલનો અંદાજે 50 ફૂટ ભાગ તુટી ગયો હોવાનું સ્થાનિક લોકોનું કહ્વું છે. તે સિવાય આ પુલ ઘણા વર્ષોથી નુકશાનગ્રસ્ત હોવાનું પણ ગ્રામજનોનું કહેવું છે. . તે સિવાય પુલ નીચે છેલ્લા 8 દિવસથી સમારકામ ચાલી રહ્યું હતું. આ ઘટનાને લઈને મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MPRDC)ની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, સમારકામ ચાલુ હોવાછત્તા MPRDC એ રસ્તો બંધ કર્યો ન હતો. જેને કારણે ભારે વાહનો પુલ પરથી પસાર થતા હતા. આમ ભારે વાહનો પુલ પરથી પસાર કેમ થવા દેવાયા ? પુલ નીચે કોઈપણ સલામતી સાધનો વગર મજૂરોને કેમ તૈનાત કરવામાં આવ્યા હતા? ગ્રામજનોને આશ્ચર્ય થાય છે કે જો છ મજૂરો દટાયા હોત તો કોણ જવાબદાર હોત?
રાજ્યના આરોગ્ય મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ તાત્કાલિક અધિકારીઓ અને MPRDC એન્જિનિયરો બનાવ અંગે જાણ થતા ઘટનાસ્થળે ધસી ગયા હતા. મંત્રી પટેલે તાત્કાલિક અધિકારીઓને 40 વર્ષથી વધુ જૂના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ પુલોનું નિરીક્ષણ કરવા અને તેમને સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો. MPRDC જૂના પુલોની જાળવણી કેમ કરવામાં અસમર્થ છે અને શું તે આવા મોટા અકસ્માતોની રાહ જોશે. અવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.
