Gandhinagar News/ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં IAS-IPSની વ્યાપક બદલીની સંભાવના, નવા મંત્રીઓને કાયમી PA-PS મળશે

IAS-IPSની વ્યાપક બદલીની સંભાવના તે સિવાય નવા મંત્રીઓને આ બદલીઓ મારફતે કાયમી PS અને PA ફાળવવાની પણ તૈયારી ચાલી રહી છે. મંત્રીઓને આગામી દિવસોમાં કાયમી સ્ટાફ ફાળવાશે

Gujarat Gandhinagar
IAS-IPSની વ્યાપક બદલીની સંભાવના

Gandhinagar News : થોડા સમય પહેલા ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. હવે વહીવટી વિભાગમાં પણ મોટા ફેરફારો થાય તેવી પ્રબળ શક્યતા છે. જેમાં ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં IAS અને IPS અધિકારીઓની રાજ્ય સરકાર મોટાપાયે વ્યાપક બદલી કરે તેવી શક્યતા છે. આમ લાંબા સમયથી અટકી ગયેલી આ પ્રક્રિયા વેગ પકડે તેની સંભાવના છે.

IAS-IPSની વ્યાપક બદલીની સંભાવના

તે સિવાય નવા મંત્રીઓને આ બદલીઓ મારફતે કાયમી PS અને PA ફાળવવાની પણ તૈયારી ચાલી રહી છે. ઉપરાંત લાંબા સમયથી પોલીસ બેડામાં વેઈટીંગમાં રહેલા અધિકારીઓને જિલ્લામાં SP અથવા શહેરોમાં DCP જેવા મહત્ત્વપૂર્ણ પદો પર નવી પોસ્ટિંગ આપવાની તૈયારી ચાલી પણ ચાલી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી અને કાયદો-વ્યવસ્થાના માળખાને વધુ ચુસ્ત અને કાર્યક્ષમ બનાવવાનો તેનો ઉદ્દેશ છે.

નવા મંત્રીઓને કાયમી PA-PS મળશે

ટ્રાન્સફર પ્રક્રિયા લાંબા સમયથી અટકી ગયેલી છે જેને હવે વેગ મળે તેવી શક્યતા છે.વહીવટી કામગીરીને મજબૂત બનાવવા તથા દરેક વિભાગને યોગ્ય સહકાર મળે તે માટે SO અને DySO કક્ષાના અધિકારીઓ હાલ કામગીરી સંભાળી રહ્યા છે, પરંતુ મંત્રીઓને આગામી દિવસોમાં કાયમી સ્ટાફ ફાળવાશે.

મોટાપાયે પરિવર્તન પોલીસ વિભાગમાં પણ જોવા મળી શકે છે. લાંબા સમયથી ઘણા IPS અધિકારીઓ વેઈટીંગમાં છે. જેને લઈને તેમની નવી પોસ્ટિંગ થવાની સંભાવના છે.શહેરોમાં DCP અને જિલ્લાઓમાં SP, અથવા મહત્વપૂર્ણ સુરક્ષા–વિકાસ સંબંધિત પદોમાં બદલાવ થઈ શકે છે. વહીવટી અને પોલીસ માળખાને વધુ ચુસ્ત બનાવવા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર સમગ્ર તંત્રને ફરી ગોઠવવા માંગે છે.

આ બદલાઓ બાદ જિલ્લાઓ અને શહેરોમાં વિકાસ યોજનાઓના અમલમાં ઝડપ, કામગીરીની ગતિમાં વધારો, અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મદદ મળશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.

રાજ્યમાં મોટા વહીવટી ફેરફારની સત્તાવાર જાહેરાત પર નજર

વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે, આ બદલીઓ સાથે સરકાર “કાર્યક્ષમતા” અને “પોસ્ટિંગ-સ્ટેબિલિટી”ને મુખ્ય ધ્યેય તરીકે રાખી રહી છે. હવે નજર આગામી સપ્તાહ પર રહેશે જ્યારે સંભવિત રીતે રાજ્યમાં મોટા વહીવટી ફેરફારની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર : પોલીસ વિભાગમાં બદલીનો દોર, એકસાથે 105 IPS અધિકારીઓની બઢતી અને બદલી

આ પણ વાંચો: રાજયમાં પોલીસ વિભાગમાં બદલીનો દોર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીઓ 99 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની કરાઈ બદલી

આ પણ વાંચો: પોલીસ વિભાગમાં બદલીઓ દોર યથાવત, બિન હથિયારી 183 પીએસઆઇની બદલી