લઠ્ઠાકાંડ/ આગ્રાના લઠ્ઠાકાંડમાં વધુ 4 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 14 થયો

પોલીસે કોન્ટ્રાક્ટરો, સેલ્સમેન અને ગામડાઓમાં દારૂ વેચનારાઓના નામ આપ્યા છે. પોલીસે શમશાબાદમાં બે, દૌકીમાં ચાર, તાજગંજમાં ત્રણ કેસ નોંધ્યા છે

India
daru 1 આગ્રાના લઠ્ઠાકાંડમાં વધુ 4 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 14 થયો

આગ્રામાં ઝેરી દારૂ પીવાથી વધુ ચાર લોકોના મોત થયા છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી  જિલ્લામાં કુલ 14 લોકોના મોત થયા છે  ગુરુવારે ગઢીજહાં, ગઢી ગજેન્દ્ર અને મહેરામપુરમાં લોકોના મોત થયા હતા. પોલીસે કોન્ટ્રાક્ટરો, સેલ્સમેન અને ગામડાઓમાં દારૂ વેચનારાઓના નામ આપ્યા છે. પોલીસે શમશાબાદમાં બે, દૌકીમાં ચાર, તાજગંજમાં ત્રણ કેસ નોંધ્યા છે. પોલીસ હવે કેટલાક વધુ કેસ દાખલ કરી શકે છે. અત્યાર સુધી પોલીસ કોઈની ધરપકડ કરી શકી નથી. નોંધનીય છે કે  દૌકીના કૌલારા કલાન ગામના નિવાસી અનિલ, રામવીર, બરકુલાના રહેવાસી જ્ ગ્યાપ્રસાદ અને તાજગંજના નાગલા દેવરીના રહેવાસી સુનીલનું નકલી દારૂ પીવાના કારણે મોત થયું હતું. વિસેરા ટેસ્ટ રિપોર્ટમાં આની પુષ્ટિ કરવામાં આવી હતી.

રામવીર, અનિલ, રાધેશ્યામને કૌલારા કલાન અને બરકુલા ગામમાં જ્ ગ્પ્રયાસાદની મોત થઇ હતી . અનિલ, રામવીર અને પ્રસાદની મૃતદેહો પર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ જાણી શકાયું નથી. આ અંગેનું વિસેરા પરીક્ષા માટે મોકલવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઝેરી  દારૂ પીવાથી 14 લોકોના મોત થયાં છે્  અને હજીપણ આંકડો વધી શકે છે ,પોલીસે અત્યાર સુધી કોઇની ધરપકડ કરી નથી તપાસ સંપૂર્ણ થતાં ધરપકડ ચાલુ કરવામાં આવશે્.