સુરેન્દ્રનગર/ રાજસ્થાનમાં લગ્નમાં હાજરી આપવા નીકળેલા રાજકોટના ચાર યુવકોને મળ્યું મોત

રાજકોટના યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજસ્થાન જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

Gujarat Others
અકસ્માત
  • સુરેન્દ્રનગર: લીંબડી હાઇવે પર જીવલેણ અકસ્માત
  • ઇકો અને લકઝરી બસ વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં ચાર લોકોના મોત 
  • અન્ય બે વ્યક્તિઓને ઈજા
  • લગ્ન પ્રસંગે જતી વખતે સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગર લીંબડી હાઇવે પર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બની રહે છે ત્યારે આજે વધુ એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ફરી એકવાર લીંબડી હાઇવે રક્ત રક્તરંજીત થયો છે. આ હાઇવે પર  ઇકો અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. અન્ય બે વ્યક્તિઓને ઈજા થયા છે. લગ્નમાં હાજરી આપવા નીકળેલા યુવકોને અકસ્માત નડ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટના યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજસ્થાન જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહે છે અને આ કરુણ બનાવમાં નિર્દોષ વ્યક્તિઓને પણ પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ઝડપની મજા મોતની સજા બનતા થોડી ક્ષણ પણ લગતી નથી.

આ પણ વાંચો:બંગાળ ભાજપમાં વિખવાદ યથાવત,અમિત શાહની મુલાકાત પહેલા 15 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં