Attack/ ફ્રાન્સે કરી એરસ્ટ્રાઇક, અલ-કાયદાનાં 50 આતંકીઓને કર્યા ઠાર

ફ્રાંસની સરકારનું કહેવું છે કે તેની સેનાએ મધ્ય માલીમાં હવાઈ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા 50 થી વધુ જેહાદીઓની હત્યા કરી દીધી છે. વર્ષ 2015 માં ફ્રાન્સનાં મેગ્જીન ચાર્લી એબ્દોએ ઇસ્લામ ધર્મનાં પ્રોફેટ મોહમ્મદ સાહેબનું કાર્ટૂન બનાવ્યું હતું. જે બાદ તેમની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો. તાજેતરમાં તે કાર્ટૂન અંગે ફરી વિવાદ શરૂ થયો […]

World

ફ્રાંસની સરકારનું કહેવું છે કે તેની સેનાએ મધ્ય માલીમાં હવાઈ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા 50 થી વધુ જેહાદીઓની હત્યા કરી દીધી છે.

વર્ષ 2015 માં ફ્રાન્સનાં મેગ્જીન ચાર્લી એબ્દોએ ઇસ્લામ ધર્મનાં પ્રોફેટ મોહમ્મદ સાહેબનું કાર્ટૂન બનાવ્યું હતું. જે બાદ તેમની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો. તાજેતરમાં તે કાર્ટૂન અંગે ફરી વિવાદ શરૂ થયો હતો અને ફ્રાન્સને ઘણા આતંકી હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફ્રાન્સ હવે આતંકવાદીઓને ખતમ કરવા મક્કમ બન્યુ છે. ફ્રેન્ચ એરફોર્સે બુર્કીનો ફાસો અને નાઇજરની સરહદ નજીક, બુર્કીમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 50 અલ-કાયદાનાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

સોમવારે ફ્રાન્સની સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનનાં અનુસાર આતંકવાદ વિરુદ્ધ તેમનું ઓપરેશન ચાલુ છે. હાલમાં, મધ્ય માલીમાં અલ કાયદાનાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓમાં વધારો થયો હતો. જેના કારણે ફ્રાન્સ માલી સેનાની મદદ કરવા આગળ આવ્યું અને હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં 50 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ફ્રાંસની સરકારે આ આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન બરખાને’ રાખ્યું છે. જે અંતર્ગત ઘણા આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ તેમના હથિયારો જપ્ત કરાયા હતા.

ફ્રાન્સ એરફોર્સનાં જણાવ્યા અનુસાર, બુર્કીનો ફાસો અને નાઇજરની સરહદ નજીક સૌથી પહેલા ડ્રોન શરૂ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ત્રણ સરહદોની વચ્ચે મોટો કાફલો હતો, જેમા મોટર સાયકલ અને વાહનોનો સમાવેશ થતો હતો. થોડા સમય પછી, આતંકવાદીઓને પણ આ કામગીરીની ભણકાર થતા અને તેઓ સર્વેલન્સ ટાળવા માટે ઝાડ નીચે સંતાઈ ગયા હતા. તે પછી જ, બે મિરાજ ફાઇટર વિમાન અને એક ડ્રોન પહોંચ્યા અને એક સાથે કેટલીક મિસાઇલ દાંગી દીધી. જેમા 30 મોટર સાયકલ પર સવાર 50 આતંકવાદીઓ માર્યા ગયા હતા.