લોકો રોજિંદી લાઈફમાં વ્યસ્ત રહેતા ઓનલાઈન શોપિંગનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. કંપનીઓ પણ ઓનલાઈન સેલ યોજી લોકોને આર્કષી રહી છે. જ્યારે અનેક વખત ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડીના કિસ્સા થતા હોવાનું દિનપ્રતિદિન સામે આવી રહ્યું છે. ઓનલાઈન શોપિંગમાં એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે જેમાં જ્યારે યુઝર્સે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યો અને તેમને અલગ પ્રોડક્ટ ડિલિવર કરવામાં આવી. આવો જ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ 1 લાખ રૂપિયાનું ટીવી મંગાવ્યું હતું અને ઘરે બોક્સ ખોલ્યું ત્યારે અંદરથી કંઈ બીજું નીકળ્યું.
પીડિત ગ્રાહકે ફલીપકાર્ટ સેલમાંથી 1 લાખ રૂપિયાનું સોની બ્રાન્ડનું ટીવી મંગાવ્યું હતું. ગ્રાહકે ઓનલાઈન પ્લેટફોર્મ પર ફલીપકાર્ટમાંથી આ ઓર્ડર બુક કરાવ્યો હતો. યુઝરે ફલીપકાર્ટ સેલમાંથી સોની ટીવીની ખરીદી કરી પરંતુ ઘરે આવેલ બોક્સમાંથી કંઈ બીજું નીકળતા પીડિત ગ્રાહકે X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી.
યુઝર આર્યનએ પોસ્ટમાં શેર કર્યું કે ‘મેં 7 ઓક્ટોબરે ફ્લિપકાર્ટ પરથી સોની ટીવી ખરીદ્યું હતું. આ સોની ટીવીની કિમંત 1 લાખની છે. ફ્લિપકાર્ટ પર ઓર્ડર બુક કરાયા બાદ તે ઘરે ડિલિવરની રાહ જોઈ રહ્યો હતો. જો કે ડિલિવરી 10 ઓક્ટોબરે થશે તેમ ઓર્ડર વખતે જણાવવામાં આવ્યું હતું. 10 ઓક્ટોબરે જ્યારે ઓર્ડર આપેલ ટીવી ઘરે આવ્યું અને જ્યારે બીજા દિવસે 11 ઓક્ટોબરે કંપનીના માણસે ટીવી ફિટ કરવા બોક્સ ખોલ્યું ત્યારે તે ચોંકી ગયો. કેમકે તેણે જોયું કે ટીવીનું બોક્સ સોની ટીવીનું છે પરંતુ અંદરથી થોમસન કંપનીનું ટીવી નીકળ્યું. આ જોઈ તે ચોંકી ગયો. ઉપરાંત થોમસ ટીવી સાથે ટીવી સ્ટેન્ડ કે રિમોટ જેવી કોઈ એક્સેસરીઝ સાથે આવી ન હતી.
પીડિત યુઝરે પોસ્ટ સાથે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા ટીવીના બોક્સની તસવીર પણ શેર કરી છે. યુઝરે ફ્લિપકાર્ટ ગ્રાહક સંભાળને આ મામલે જાણ કર્યાના બે અઠવાડિયા બાદ પણ સમાધાન નથી કર્યું. તેમજ પીડિતે અનેક વખત ફોટો અપલોડ કર્યા પછી પણ કંપનીએ રિટર્ન રિક્વેસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
ફ્લિપકાર્ટ સેલના ફ્રોડના શિકાર બનેલ યુઝરની પોસ્ટ વાયરલ થયા બાદ ફ્લિપકાર્ટે પોતાના વપરાશકર્તાઓને ચીલાચાલુ જવાબ આપ્યો. કંપની એક્ઝિક્યુટિવ માફી માંગે છે અને કહે છે કે સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે. જોકે, આવી સમસ્યાઓથી બચવા માટે કંપનીઓ પોતાના વપરાશકર્તાઓને ઓપન બોક્સ ડિલિવરીનો વિકલ્પ પણ આપે છે.
તમે ઓનલાઈન ખરીદી કરો છો, તો અમારી સલાહ છે કે ઓપન બોક્સ ડિલિવરી વિકલ્પ પસંદ કરો. કારણ કે આ પ્રોગ્રામ હેઠળ પ્રોડક્ટ ડિલિવરી કરતી વખતે તેનું બોક્સ ખુલી જાય છે. બૉક્સ ખોલતી વખતે વિડિયો બનાવવાની ખાતરી કરો, જેથી કરીને તમે કોઈપણ પ્રકારના કૌભાંડનો ભોગ બનવાથી બચી શકો
આ પણ વાંચો : Mantavya Exclusive/ નામોશીઃ બ્રિજના નિર્માણમાં નબળું બાંધકામ, મજબૂત ભ્રષ્ટાચાર
આ પણ વાંચો : ST Strike/ ST કર્મચારીઓનું આંદોલન સમેટાયુઃ સરકારની ખાતરીથી સંતુષ્ટ
આ પણ વાંચો : Icecream/ ભારતમાં આઇસક્રીમ માર્કેટમાં છે જબરજસ્ત વિકાસની સંભાવના