મુંબઇઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શહેરી સહકારી બેંકો RBI-Settlement અને એનબીએફસી સહિતની સંસ્થાઓની બેડ લોન સામે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ માટેની માગણીને સ્વીકારી છે. જેના પગલે હવે સહકારી બેંકોની બેલેન્સશીટ વધુ ચોખ્ખી થશે. રિઝર્વ બેંકે સહકારી બેંકોના ગવર્નીંગ બોર્ડને વનટાઇમ સેટલમેન્ટ માટે સત્તા આપી છે. દેશની સહકારી બેંકોમાં ગુજરાતની સહકારી બેંકો બેડ લોનનું ઘણું ઓછું પ્રમાણ ધરાવે છે.
ઉલ્લેખનીય છેકે, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓ. RBI-Settlement બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (નાફકબ)ના પ્રમુખે ગત મહિને રિઝર્વ બેંક સમક્ષ રજૂઆત કરી હતીકે, કોમર્શિયલ બેંકોને જયારે વનટાઇમ સેટલમેન્ટ માટે મંજૂરી અપાઇ છે ત્યારે સહકારી બેંકોને પણ આ મંજૂરી આપવી જોઇએ તેવી માગણી કરી હતી. કોમર્શિયલ બેંકોની સામે લેવલ પ્લેઇંગ ફિલ્ડ હવે શહેરી સહકારી બેંકોને મળી રહેશે.
રિઝર્વ બેંકના ડેટા મુજબ માર્ચ 2022ના અંતે દેશમાં 1514 શહેરી RBI-Settlement સહકારી બેંકો હતી. જેમાં રૂ. 5,26,021 કરોડ થાપણો હતી અને રૂ. 3,14,741 કરોડનું ધિરાણ હતું. ગ્રોસ એનપીએ 9.7 ટકા ( ગ્રોસ ધિરાણના) અને નેટ એનપીએ 4.4 ટકા (નેટ ધિરાણના) હતું.
બેંકોના સ્ટાફની જવાબદેહી પણ નક્કી થઇ છે. ધિરાણ મંજૂર કરનાર અધિકારી કરતાં એક દરજ્જો વધુ હોય તેને વન ટાઇમ સેટલમેન્ટ કરવાની સત્તા અપાઈ છે. જે અધિકારીઓએ ધિરાણ મંજુર કર્યું હોય તે સમાધાન માટેની ટીમમાં ન હોય.
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ભારે વરસાદ અને 135 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, 15 જૂને કચ્છમાં ત્રાટકશે બિપરજોય; દરિયાકાંઠાના વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ
આ પણ વાંચોઃ બિપરજોય-પીએમ મોદી/ ચક્રવાતનો સામનો કરવા પીએમ મોદી રચશે કયો ‘ચક્રવ્યૂહ’
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે Cyclone Biporjoy, પાકિસ્તાનના કરાચીમાં કરશે લેન્ડફોલ, 150 KM સુધી રહેશે
આ પણ વાંચોઃ બિપરજોય/ બિપરજોય નજીક આવતા સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની શું છે સ્થિતિ તે જાણો
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ મુંબઈમાં ભારે વરસાદ, ફ્લાઈટ થઇ પ્રભાવિત, PM નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કરશે બેઠક
