Not Set/ રાજકોટમાં ૪૮ સ્થળો પર ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ,બપોર સુધીમાં ૮૩૬૨ લોકોએ લીધી

સમગ્ર દેશમાં આજે  વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા.૧લી મે(ગુજરાત રાજ્યના સ્થાપના દિન)થી રાજ્યના ૧૦(દસ) જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેક્સિન

Top Stories Gujarat Rajkot
18 plus vaccination રાજકોટમાં ૪૮ સ્થળો પર ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ,બપોર સુધીમાં ૮૩૬૨ લોકોએ લીધી

સમગ્ર દેશમાં આજે  વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા.૧લી મે(ગુજરાત રાજ્યના સ્થાપના દિન)થી રાજ્યના ૧૦(દસ) જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેક્સિન આપવાનો નિર્ણય કરેલ છે. આ ૧૦ જીલ્લાઓમાં રાજકોટ જીલ્લાનો સમાવેશ થયેલ છે. માન. મુખ્યમંત્રીના  નિર્ણયના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૧/૦૫/૨૦૨૧ના રોજથી ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ કરેલ છે.રાજકોટમાં કુલ ૪૮ સ્થળો પર આજથી વેક્સિનેશન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આજે તા. ૦૧ ના રોજ બપોરે .૦૧ :00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના કુલ ૮૩૬૨ નાગરિકોએ  ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લીધી હતી.

18 plus vaccination 2 રાજકોટમાં ૪૮ સ્થળો પર ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ,બપોર સુધીમાં ૮૩૬૨ લોકોએ લીધી

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે જેથી શહેરના તમામ વોર્ડમાં અન્ય સ્થળોએ આવેલ જુદી જુદી સ્કુલોમાં વેક્સિનેશન માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે.૧૮ થી ૪૪ વર્ષના શહેરીજનો કે જેઓએ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેઓને વેક્સિન આપવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારની કોવીડ વેક્સિનેશન અંગેની વેબસાઈટ પર સંબંધિત વય જૂથની વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

rjt vaccination 18 plus રાજકોટમાં ૪૮ સ્થળો પર ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ,બપોર સુધીમાં ૮૩૬૨ લોકોએ લીધી

રજીસ્ટ્રેશન થયા બાદ વેક્સિનેશન માટેની તારીખ અને વેક્સીનેશન માટેનો પોતાને અનુકુળ સમય(ટાઈમ સ્લોટ) બુક કરાવવાનો રહેશે. જે અંગેનું કન્ફર્મેશન મળ્યા બાદ નિયત સ્થળ પર સમયે-તારીખે વેક્સિનેશન માટે જવાનું રહેશે.કોરોના સામેની લડાઈમાં હવે આ વેક્સિન શસ્ત્ર ને આશાના કિરણ સમાન છે જેથી જે વ્યક્તિઓએ વેક્સિનેશન માટે હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવેલ નથી તે તમામ વહેલાસર રજીસ્ટ્રેશન કરાવે તેવી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય કમિટીના ચેરમેન અપીલ કરેલ છે.

વેક્સિન કેમ્પના સ્થળની વિગત

• શાળા નં 90 , ગાંધીગ્રામ વોર્ડ 1
• • શાળા નં 56 , ગીત ગુર્જરી એરપોર્ટ રોડ વોર્ડ 2
• શાળા નં 89 , વોર્ડ 1 , રૈયા ગામ
• • પ્રમુખસ્વામી ઓડિટોરિયમ , રૈયા રોડ , આલાપ ગ્રીન સિટી વોર્ડ 9
• શિવશક્તિ શાળા નં 1 , આકાશવાણી ચોક વોર્ડ 10
• • શિવશક્તિ શાળા નં 2 , આકાશવાણી સ્કૂલ વોર્ડ 10
• શાળા નં 88- ઓપોઝિટ શ્યામલ સ્કાઈ લાઈફ વોર્ડ 11
• • શાળા નં 88-2 ઓપોઝિટ શ્યામલ સ્કાઈ લાઈફ વોર્ડ 11
• મલ્ટીએક્ટિવિટી સેન્ટર , નાના મવા વોર્ડ 8
• • શાળા નં 84 , મવડી ગામ વોર્ડ 12

• શાળા નં 84 પહેલો માળ , મવડી ગામ વોર્ડ 12
• • શાળા નં 17 , મહાદેવવાડી , લક્ષ્મીનગર વોર્ડ 8
• શાળા નં 81 ટાટા પ્રાઈમરી સ્કૂલ , ચંદ્રેશનગર વોર્ડ 8
• • શાળા નં 11, વિદ્યાનગર મેઈન રોડ , ઓપોઝિટ રાષ્ટ્રીય શાળા વોર્ડ 7
• શાળા નં 08 , ઝવેરચંદ મેઘાણી તાલુકા શાળા રોડ , મોટી ટાંકી , વોર્ડ 7
• • મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિધાલય , ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક વોર્ડ 7
• શેઠ હાઈસ્કૂલ 89 ફૂટ રોડ , ભક્તિનગર સર્કલ વોર્ડ 14
• • નવયુગ સ્કૂલ , હાથીખાના ચોક વોર્ડ 14
• શાળા નં 55 , આનંદનગર ક્વાર્ટર ઓમ વિદ્યાલય પાછળ વોર્ડ 14
• • શાળા નં 69 , અંબાજી કડવા પ્લોટ વોર્ડ 13

• મીરાંબીકા સ્કૂલ , અંબાજી કડવા પ્લોટ વર્ડ 13
• • જયવિજયસ્કૂલ , ગીતાનગર વોર્ડ 13
• શાળા નં 28 , ભક્તિનગર સ્ટેસન પ્લોટ , 12/6 કોર્નર વોર્ડ 8
• • સિટી સિવિક સેન્ટર અમીન માર્ગ વોર્ડ 8
• શાળા નં 1 , કિશોરસિંહજી સ્કૂલ , કોઠારિયા નાકાં વોર્ડ 7
• • નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસ , કરણપરા ચોક વોર્ડ 7
• શાળા નં 49 , અયોધ્યા સોસાયટી વોર્ડ 17
• • શાળા નં 52 , રઘુવીર સોસાયટી વોર્ડ 17
• કાન્તીભાઈ વૈદ કોમ્યુનિટી હોલ , કોઠારિયા ફાયર સ્ટેશન નજીક વોર્ડ 18
• • સોમનાથ સ્કૂલ , રાજ લક્ષ્મી સોસાયટી , હરીધવાં રોડ વોર્ડ 17

• શાળા નં 98-1 રેલ નગર ફાયર સ્ટેશન પાછળ વોર્ડ 2
• • શાળા નં 98-2 રેલ નગર ફાયર સ્ટેશન પાછળ વોર્ડ 2
• શાળા નં 35 પાર્ટ એ , આસ્થા હોસ્પિટલ નજીક , સીતારામ મેઈન રોડ વોર્ડ 5
• • શાળા નં 35 પાર્ટબી , આસ્થા હોસ્પિટલ નજીક , સીતારામ મેઈન રોડ વોર્ડ 5
• જ્ઞાનદીપ સ્કૂલ , સુમંગલમ સોસાયટી નજીક વોર્ડ 18
• • કન્યા વિધાલય , કોઠારિયા સોલવન્ટ વોર્ડ 18
• કોમ્યુનિટી હોલ , મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર વોર્ડ 4
• • રાજસ્કૂલ , મોરબી રોડ વોર્ડ 4
• શાળા નં 46 ભગવતીપરા વોર્ડ 4
• • ઓમશાંતિ સ્કૂલ , વોર્ડ 4
• સરદાર પટેલ સ્કૂલ , પેડક રોડ વોર્ડ 6
• • ઈએસઆઈએસ , દૂધ સાગર રોડ વોર્ડ 6
• હોમીભાભા સ્કુલ , ગુજરાત હાઉસિંગ બોર્ડ વોર્ડ 6
• • ગોકુલવિધાલય , અનમોલ પાર્ક વોર્ડ 6
• મોહનભાઈ સરવૈયા હોલ વોર્ડ 15 ,
• • શાળા નં 23 , ચુનારાવાડ પાછળ વોર્ડ 15
• શાળા નં 80 , મેહુલનગર વોર્ડ 16
• • શાળાનં 49 , મહેશ્વરી મેઈન રોડ , વોર્ડ 16

Untitled 47 રાજકોટમાં ૪૮ સ્થળો પર ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ,બપોર સુધીમાં ૮૩૬૨ લોકોએ લીધી