બિહારનાં મુઝફ્ફરપુરમાં એક 17 વર્ષિય કિશોરીની સાથે એક ચોંકાવનારી ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. અહીં, મિસકોલથી શરૂ થયેલી એક પ્રેમ કથા કોલ ગર્લ બનીને પૂર્ણ થઈ છે.
OMG! / મહિલાએ ઓનલાઇન ઓર્ડર કર્યો આટલા રુપિયાનો iphone,જ્યારે બોક્સ ખોલીને જોયું તો પગ નીચેથી સરકી ગઇ જમીન..
આપને જણાવી દઇએ કે, અઢી મહિના પહેલા પ્રેમીનાં કહેવા પર આવીને સગીરા તેના પરિવારને છોડી પ્રેમી સાથે દિલ્હી ભાગી ગઈ હતી. પરંતુ દિલ્હી પહોંચ્યા બાદ પ્રેમીએ યુવતીનું શોષણ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેણે યુવતી સાથે લગ્ન કરવાની ના પણ પાડી દીધી હતી, તેટલુ જ નહી સગીરાને દેહનાં વેપારમાં ધકેલી દીધી હતી અને તેને કોલ ગર્લ બનાવી દીધી હતી. પ્રેમીએ પોતે પીડિતા માટે ગ્રાહકોની બુકિંગ શરૂ કરી દીધુ હતુ. જ્યારે પોલીસે હોટલ પર દરોડા પાડીને તેની ધરપકડ કરી ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. જે બાદ પીડિતાએ જણાવ્યું કે, તેનો પ્રેમી તેની પાસેથી ખોટું કામ કરાવી રહ્યો છે.
Interesting / ઓસ્ટ્રેલિયાનાં જંગલથી બચાવવામાં આવ્યુ ઘેટું, શરીરથી નિકળ્યુ 35 કિલ ઉન, વીડિયો વાયરલ
સેક્સ રેકેટ કેસમાં સગીરાની ધરપકડ થયા બાદ પોલીસને સત્યની જાણકારી મળી ત્યારે પોલીસે મુઝફ્ફરપુરમાં કિશોરીનાં પરિવારને આ અંગેની માહિતી આપી. પોલીસ પરિવારનાં સભ્યો સાથે સતત સંપર્કમાં છે. મંગળવારે રાત્રે તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ નોઇડા પહોંચવાના છે. આપને જણાવી દઇએ કે, કુટુંબીજનો જ મામલાની હકીકત પરથી પડદો ઉઠાવી શકશે. હાલમાં કિશોરીને નારી નિકેતન અને પ્રેમીને જેલમાં મોકલી દેવાયો છે. આપને જણાવી દઈએ કે, આ બંનેની લવ સ્ટોરી મિસ કોલથી શરૂ થઈ હતી. જે બાદ પ્રેમની જાળમાં આવીને પ્રેમીએ પીડિતાને દિલ્હી બોલાવી અને તેના શરીરનો નોઇડામાં વેપાર શરૂ કર્યો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
