Interesting/ ઓસ્ટ્રેલિયાનાં જંગલથી બચાવવામાં આવ્યુ ઘેટું, શરીરથી નિકળ્યુ 35 કિલ ઉન, વીડિયો વાયરલ

દુનિયાભરમાં તમને ઘણી અજીબો-ગરીબ જીવ જંતુઓ જોવા મળી જશે. જેને જોઇ ક્યારેક તમે ચોંકી જશો, ક્યારેક ડરી જશો. ક્યારેક તેનાથી તમને ફાયદો થઇ જાય છે,

Ajab Gajab News

દુનિયાભરમાં તમને ઘણી અજીબો-ગરીબ જીવ જંતુઓ જોવા મળી જશે. જેને જોઇ ક્યારેક તમે ચોંકી જશો, ક્યારેક ડરી જશો. ક્યારેક તેનાથી તમને ફાયદો થઇ જાય છે, તો ક્યારેક તે નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં એક જંગલી ઘેટું જોવા મળ્યુ છે. જેણે છેલ્લા ઘણા દિવસોથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.

OMG! / મુંબઈનાં ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા વેંચી દીધુ ઘર, આ ચમત્કારી રીતે મળ્યા લાખો રૂપિયા

ઓસ્ટ્રેલિયાનું આ જંગલી ઘેટુ આજકાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનેલુ છે. જણાવી દઇએ કે, બરાક નામનું આ ઘેટુ ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં ભટકી રહ્યુ હતું. જ્યારે લોકોએ આ ઘેટુ જોયું, ત્યારે તે ઉનનાં મોટા ગોળા જેવું લાગ્યું. ત્યારબાદ, ઘેટાનાં વાળ કાપવામાં આવ્યાં, અને તેના શરીરમાંથી આશરે 35 કિલો ઉન નીકળ્યુ. ઘેટાનાં શરીર ઉપર આટલા બધા વાળ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

https://www.facebook.com/watch/?ref=external&v=1150180268767705

OMG! / આ શખ્સે ઢોસા બનાવીને ઉડાડી દીધો હવામાં, સીધો જ પડ્યો ગ્રાહકની પ્લેટમાં, જુઓ Video

આ ઘેટુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં ભટકી રહ્યુ હતુ. મેલબોર્નની એક પ્રાણી બચાવ સેન્ચુરીએ અહેવાલ આપ્યો છે કે આ ઘેટુ વિક્ટોરિયા રાજ્યનાં જંગલોમાં ભટકતુ જોવા મળ્યું હતું. ઘેટાનાં શરીર પર ઉન એટલું વધારે હતું કે તે તેનાથી વીંટળાયેલું લાગતું હતું. સાથે તે ખૂબ જ અસ્વસ્થ પણ દેખાઇ રહ્યુ હતુ. કારણ કે તે શરીર પર વીંટળાયેલા ઉનનું વજન સહન કરવામાં અસમર્થ દેખાઇ રહ્યુ હતુ. આ ઘેટાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…