અંતરિક્ષમાં ક્રાંતિ લાવનાર એલોન મસ્કની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સ તેના ફોટાને લઈને વિવાદમાં આવી ગઇ છે. એલોન મસ્ક મંગળ પર સ્થાયી થવાનું સપનું જોઇ રહ્યા છે, લોકોને ચંદ્ર પર લઈ જવાની યોજના બનાવી રહ્યા છે, બીજી તરફ તેની ગર્લફ્રેન્ડ્સ પોતાના લુક્સ સાથે કરવામાં આવેલા પ્રયોગોથી આજે ચર્ચામાં આવી ગઇ છે. એલોન મસ્કની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સે તેના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેણે ખૂબ હોબાળો મચાવ્યો છે.

કોરોના એલાર્મ / હવેે કોરોના થશે તે પહેલા ખબર પડી જશે, અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વિશિષ્ટ ચીપ
ટેસ્લાનાં ચીફ એલોન મસ્ક કોઇને કોઇ કારણોસર હેડલાઇન્સમાં બની રહેતા હોય છે. જો કે હાલમાં એલન મસ્ક તેની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સનાં કારણે ચર્ચાનો વિષય બન્યા છે. જણાવી દઇએ કે, એલોન મસ્કની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સ જે કેનેડાની છે અને એક રૈપર સિંગર છે. ગ્રીમ્સ અવારનવાર તેના લુક્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે. રવિવારે એલોન મસ્કની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં ફક્ત તેની પીઠ બતાવવામાં આવી હતી. તસવીરમાં એવું જોવા મળી રહ્યું છે કે તેની પીઠ પર ઇજા સાથે ટેટૂ લગાવાયા છે, જેની અગાઉ સોશિયલ મીડિયા પર પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ જ્યારે લોકો ગ્રીમ્સ દ્વારા લખાયેલા શબ્દો વાંચે છે, ત્યારે હંગામો મચી ગયો હતો.
https://www.instagram.com/p/CNjOvN0sfv4/?utm_source=ig_web_copy_link
ચિંતામાં વધારો / કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO
એલોન મસ્કની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સે તેના ફોટો સાથે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, તેની પાસે વધુ સારી તસવીર નથી કારણ કે તે ખૂબ પીડાદાયક છે. આ ટેટૂને કારણે ખૂબ પીડા થાય છે, તેથી જ તેઓએ હવે સૂઈ જવું જોઈએ. તેમણે આગળ લખ્યું છે કે, એલિયનની ઇજાનાં નિશાન સાથેનું આ ટેટુ ખૂબ સુંદર લાગે છે. પરંતુ, ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર જોયા પછી કેટલાક યુઝર્સે કહ્યું કે આ ફક્ત ખંજવાળુ હોય તેવુ લાગી રહ્યુ છે, બાકી તેમાં કંઈ ખાસ નથી. એલોન મસ્કની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સે તેની તસવીર સાથે લખ્યું હતું કે, હાલમાં આ દેખાવમાં લાલ લાગી રહ્યુ છે, પરંતુ થોડા અઠવાડિયા પછી, ટેટૂ સુંદર દેખાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
