Dharma: વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં (December) આ દિવસથી લગ્ન-પ્રસંગ (Marriage Functions) તેમજ કોઈ પણ અન્ય શુભ કાર્ય કરવામાં આવશે નહીં. નવેમ્બર અને ડિસેમ્બરના મહિના લગ્ન વાળા હોય છે. તે સમય દરમિયાન દેશભરમાં લાખો લોકો લગ્નના સંબંધમાં બંધાય છે. પરંતુ આ વખતે 15 ડિસેમ્બરથી લગ્ન તેમજ અન્ય માંગલિક કાર્યો બંધ કરી દેવામાં આવશે. એક મહિના સુધી કાઈ પણ માંગલિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે 15 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થવાનું છે. હિન્દુ ધર્મમાં ખરમાસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ખરમાસમાં લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ, નામકરણ, મુંડન તેમજ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી.

જ્યોતિષમાં સૂર્યને ગૃહનો રાજા માનવામાં આવે છે અને તે પિતા પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તેથી, શુભ કાર્યો કરવા માટે તેનું તેજ ઓછું થવું સારું માનવામાં આવતું નથી. જ્યારે સૂર્ય મીન અથવા ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની તીવ્રતા ઓછી થઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય માટે સૂર્યની તીવ્રતા હોવી ખૂબ જ સારી હોય છે. આ કારણોસર ખરમાસ દરમિયાન લગ્ન પ્રસંગ તેમજ કોઈ પણ અન્ય માંગલિક કાર્ય કરાવવામાં આવતું નથી.
15 ડિસેમ્બર રાતે 10.19 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે, જેણે ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યનું ધન રાશિમાં સંક્રમણ થતાં જ ખરમાસ શરૂ થશે. આ પછી, ખરમાસ આવતા વર્ષે એટલે કે 14 જાન્યુઆરી 2025નાં રોજ સમાપ્ત થશે.
ખરમાસ દરમિયાન આ કામ કરો:
ખરમાસમાં ભગવાન સૂર્યદેવ અને વિષ્ણુજીની પૂજા કરો.
ખરમાસ દરમિયાન તુલસી માતાને નિયમિત જળ ચઢાવો.
ખરમાસ દરમિયાન દરરોજ સાંજે તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં.
ખરમાસ દરમિયાન પૂજા, વ્રત, ભજન-કીર્તન અને મંત્ર જાપ કરો.
ખરમાસમાં તમારી ક્ષમતા મુજબ ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન દાન કરો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:ચંદ્રનું ગોચર આ રાશિને કરાવશે અપાર લાભ
આ પણ વાંચો:શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ 3 રાશિને કરાવશે અપાર લાભ
આ પણ વાંચો:આ મંદિરમાં પત્નીની સાથે બિરાજ્યા છે હનુમાનજી, દંપતી તરીકે પૂજાય છે
