Not Set/ આવતા ભવિષ્યમાં પેટ્રોલ કારની જેમ સસ્તા થશે ઈલેક્ટ્રીક વાહન

વર્તમાનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખી કારોનું નિર્માણ કરવામા આવી રહ્યુ છે. જે કારો ઇલેક્ટ્રીક હોવાની સાથે શાનદાર દેખાવ અને સસ્તી હશે. જાણકારોનું કહેવુ છે કે, ભવિષ્યમાં ઇલેક્ટ્રીક કારો સૌથી વધુ જોવા મળશે. આ સંદર્ભે નીતિ આયોગનાં સીઇઓ અમિતાભ કાંતે થોડા દિવસો પહેલા કહ્યુ હતુ કે, બેટરીની કિંમતોમાં ઘટાડો થવાના કારણે નજીકનાં ભવિષ્યમાં ઇલેક્ટ્રીક વાહનની કિંમત પેટ્રોલ-ડીઝલ […]

Tech & Auto
Porsche Mission E 1200x800 df7632288e2c14f1 આવતા ભવિષ્યમાં પેટ્રોલ કારની જેમ સસ્તા થશે ઈલેક્ટ્રીક વાહન

વર્તમાનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખી કારોનું નિર્માણ કરવામા આવી રહ્યુ છે. જે કારો ઇલેક્ટ્રીક હોવાની સાથે શાનદાર દેખાવ અને સસ્તી હશે. જાણકારોનું કહેવુ છે કે, ભવિષ્યમાં ઇલેક્ટ્રીક કારો સૌથી વધુ જોવા મળશે. આ સંદર્ભે નીતિ આયોગનાં સીઇઓ અમિતાભ કાંતે થોડા દિવસો પહેલા કહ્યુ હતુ કે, બેટરીની કિંમતોમાં ઘટાડો થવાના કારણે નજીકનાં ભવિષ્યમાં ઇલેક્ટ્રીક વાહનની કિંમત પેટ્રોલ-ડીઝલ એન્જિન ગાડીઓની લગભગ બરાબર થઇ જશે.

dreamstime m 133466996 આવતા ભવિષ્યમાં પેટ્રોલ કારની જેમ સસ્તા થશે ઈલેક્ટ્રીક વાહન

આજે દુનિયાભરમાં મોટા ભાગની ઓટો કંપની ભવિષ્યને ધ્યાનમાં લઇને કારો બનાવી રહી છે. ત્યારે સૌથી વધુ ભાર ઇલેક્ટ્રીક કારો બનાવવામાં આપવામા આવેલ છે. ભારતમાં પ્રત્યેક 1000 લોકોની પાસે 28 કારો હોવાનુ અમિતાભ કાંતે જણાવ્યુ હતુ. તેમણે વધુમાં કહ્યુ કે, આ આંકડો અમેરિકા અને યુરોપની સરખામણીમાં ઘણો ઓછો છે, જ્યા 1000 લોકો પર અનુક્રમે 980 અને 850 કારો છે. તેમણે કહ્યુ કે, આવતા ભવિષ્યમાં શહેરીકરણ ઝડપથી વધી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. ભવિષ્યમાં બધુ જ ઇલેક્ટ્રીકથી જોડાયેલ હશે. તેમણે વધુમાં કહ્યુ કે, અમે ઈ-વાહન તરફ આગળ વધીશુ, કારણ કે બેટરીની કિંમત 276 ડૉલર પ્રતિ કિલોવોટથી ઘટીને 76 ડૉલર કિલોવોટ પ્રતિ કલાક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.