World News :
પુતિનની ભારત યાત્રા બાદ યુરોપ અને G7 દેશો રશિયાને ભીંસમાં લેવાની તૈયારી કરી રહ્યા છે.રશિયા પર મોટી કાર્યવાહી જેમાં રશિયાના ક્રૂડ ઓઈલ માટે દરરિયાઈ રસ્તા પર યુરોપિયન સંઘ અને G7 દેશો સંપૂર્ણ પ્રતિબંધની તૈયારી કરી રહ્યા છે. વર્તમાન પ્રાઈઝ લિમીટ સિસ્ટમ આ પ્રતિબંધને લઈને સમાપ્ત થઈ જશે, સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ છે.
રશિયા પર મોટી કાર્યવાહી, રશિયા વિરુદ્ધ કેવી કાર્યવાહીની તૈયારી છે?
પશ્ચિમ દેશો ના જહાજો મારફતે રશિયાના એક તૃતિયાશ ક્રૂડ ઓઈલની નિકાસ કરાય છે. જેમાં ચીન અને ભારતને મોટાભાગે ઓઈલ સપ્લાય કરાય છે. આ ધંધા પર નવા પ્રતિબંધથી અસર થશે. રશિયાએ પશ્ચિમી દેશોના જહાજો પર પ્રતિબંધને લઈને ઓઈલની નિકાસ ‘શેડો ટેન્કર્સ’થી કરવી પડશે. તેસિવાય આ પ્રતિબંધને પગલે પશ્ચિમના દેશોની વીમા કંપનીઓ સાથે રશિયા ઓઈલની નિકાસ માટે કરાર પણ કરી શકશે નહી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ સંદર્ભે અંતિમ નિર્ણય લેશે.કારણકે યુક્રેન અને રશિયાનો સૈન્ય સંઘર્ષ ખતમ કરવા ટ્રમ્પ છેલ્લા ઘણા વખતથી મધ્યસ્થીનો પ્રયાસ કરી રહ્યા છે.
રશિયાથી ઓઈલની આયાત પર કડક નિયમો
અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, બ્રિટન,ઈટાલી, જર્મની, અને જાપાને (G7 દેશો ) 2022માં જ રશિયાથી ઓઈલની આયાત પર કડક નિયમો લાગુ કર્યા હતા. G7એ ઓઈલની સંપૂર્ણ આયાત બંધ કરવાને બદલે રશિયાના ઓઈલ પર પ્રાઈઝ કેપ લગાવ્યો હતો. રશિયા જો ઓઈલની પ્રાઈઝ 60 ડોલર પ્રતિ ડોલરથી નીચે રાખે તો પશ્ચિમના દેશોની વીમા સેવાઓ અને જહાજ સેવાઓ મળતી રહેશે, એવી શરત રાખવામાં આવી હતી. રશિયાને આ નિયમને લઈને તકલીફ પડી પણ ઓઈલ વેચાતું રહ્યું હતું.
શેડો ફ્લીટ અથવા શેડો ટેન્કર એટલે શું?
દરમિયાન રશિયાએ ઓઈલની નિકાસમાં ‘શેડો ટેન્કર’થી પણ વધારો કરી નાંખ્યો હતો. જેમાં રશિયાથી ગુપ્ત જહાજોથી વીમા કે નિયમ વગર ઓઈલ અન્ય દેશો સુધી પહોંચાડાય છે. આ પ્રકારે વેનેઝુએલા અને ઈરાન પણ અમેરિકાના પ્રતિબંધને પગલે ઓઈલ વેચે છે. તે સિવાય આ જહાજો કેની માલિકાની છે તેની માહિતી પણ સ્પષ્ટ હોતી નથી. નવાઈની વાત એ છે કે આ પ્રકારના 1,423 જહાજો રશિયા પાસે હોવાનું સૂત્રોનું કહેવું છે.
રશિયાની કુલ ઓઈલ નિકાસમાં 44% તો શેડો ટેન્કર જ લઈ જતા હોવાનું એક અનુમાન છે. જ્યારે હજી 38 G7, યુરોપ અને ઑસ્ટ્રેલિયાના ટેન્કરથી કરાય છે. રશિયાના ઓઈલ માટે પશ્ચિમના દેશોના ટેન્કર કે વીમાની કોઈ સુવિધા નહી મળે જો જો G7 અને યુરોપ નવા પ્રતિબંધ લગાવે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુતિન બે દિવસના ભારત પ્રવાસે આવ્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે કોઈ પણ અડચણ વગર રશિયા ભારતને ઓઈલ આપતું રહેશે.
G7 અને યુરોપના દેશો ઓઈલને લઈને નવા પ્રતિબંધ લગાવે તો ભારત આવતા ઓઈલ પર શું અસર થશે? એ જોવાનું રહ્યું.

