Not Set/ ગાંધીનગર/ ભાજપની ગાંધી સંકલ્પ યાત્રાનો ફીયાસ્કો, વાઘાણી ન પહોચ્યા, બાળકો કંટાળી રવાના થયા

ગાંધીનગર શહેરનાં મધ્યમાં આવેલા ઘ-5 ખાતેથી આજે સવારે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:45 કલાકે યાત્રાનો આરંભ થવાનો હતો. જેને લઇને 8:30 વાગ્યે સ્કૂલનાં બાળકો અને ભારતીય જનતા પાર્ટીનાં કેટલાક કાર્યકરો હાજર થઇ ગયા હતા. યાત્રાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો હતો, તેમ તેમ સ્કૂલમાંથી બોલાવેલા બાળકો વધુ સંખ્યામાં એકઠા થઇ […]

Uncategorized
gandhi yatra 3 ગાંધીનગર/ ભાજપની ગાંધી સંકલ્પ યાત્રાનો ફીયાસ્કો, વાઘાણી ન પહોચ્યા, બાળકો કંટાળી રવાના થયા

ગાંધીનગર શહેરનાં મધ્યમાં આવેલા ઘ-5 ખાતેથી આજે સવારે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:45 કલાકે યાત્રાનો આરંભ થવાનો હતો. જેને લઇને 8:30 વાગ્યે સ્કૂલનાં બાળકો અને ભારતીય જનતા પાર્ટીનાં કેટલાક કાર્યકરો હાજર થઇ ગયા હતા. યાત્રાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો હતો, તેમ તેમ સ્કૂલમાંથી બોલાવેલા બાળકો વધુ સંખ્યામાં એકઠા થઇ રહ્યા હતા. ગાંધીનગરમાં નવ વાગ્યા સુધીમાં મોટાભાગનાં ભાજપનાં હોદ્દેદારો અને કાર્યકરો પહોંચી ગયા હતા અને પ્રદેશ પ્રમુખની કાગડોળે રાહ જોઇ રહ્યા રહ્યા હતા.

નિયત સમય આગળ વધી ગયો હોવા છતાં જીતુ વાઘાણી સ્થળ પર નહી આવતાં અંદરો અંદર જ ચર્ચા સાંભળવા મળી રહી હતી, લેટ લતીફ ક્યારે આવશે. સમય વીતી ગયો હોવાના કારણે શાળાનાં બાળકો પણ કંટાળી ગયા હતા અને રવાના થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.