Not Set/ ગાંધીનગર/ બિન અનામત વર્ગ આંદોલન, 2 મહિલા ઉમેદવારોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઇ

ગાંધીનગરઃબિન અનામતની મહિલા આંદોલન 2 મહિલા ઉમેદવારોની તબિયત લથડી બંને મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ એક ઊંઝા અને એક રાજકોટની મહિલા ઉમેદવાર છેલ્લા 5 દિવસથી મહિલાઓ છે ધરણાં પર બીન અનામત વિવાદ મામલે એકબાજુ બેઠકોનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભાજપ નેતા વરૂણ પટેલ, પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણી સેના […]

Uncategorized
Untitled 202 ગાંધીનગર/ બિન અનામત વર્ગ આંદોલન, 2 મહિલા ઉમેદવારોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઇ
  • ગાંધીનગરઃબિન અનામતની મહિલા આંદોલન
  • 2 મહિલા ઉમેદવારોની તબિયત લથડી
  • બંને મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ
  • એક ઊંઝા અને એક રાજકોટની મહિલા ઉમેદવાર
  • છેલ્લા 5 દિવસથી મહિલાઓ છે ધરણાં પર

બીન અનામત વિવાદ મામલે એકબાજુ બેઠકોનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભાજપ નેતા વરૂણ પટેલ, પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણી સેના પ્રમુખ રાજ શેખાવત સહિત અગ્રણીઓ દ્વારા પણ બેઠકો યોજાઇ હતી. સરકાર સાથે મંત્રણા મુદ્દે પણ એકબાજુ મધ્યસ્થી બનેલા ભાજપ નેતા વરુણ પટેલે જણાવ્યું કે સરકાર આ મામલે સંવેદનશીલ છે અને દિકરીઓને કયાંય અન્યાય ના થાય તે પ્રમાણે સરકાર નિર્ણય લેશે.

પરંતુ સવર્ણ દીકરીઓ પાંચ પાંચ દિવસથી જયારે LRD મહિલાઓ છેલ્લા ૬૮ દિવસથી રોડ પર આંદોલન કરી રહી હોવા છતાય સરકાર આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય લઇ શકી નથી,  ત્યારે અંદોલનકારી મહિલામાંથી બે મહિલાની તબિયત લથડી છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. એક ઊંઝા અને એક રાજકોટની મહિલા ઉમેદવાર ની તબિયત ખરાબ થતા બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

શું છે 1 ઓગષ્ટ 2018 નો પરિપત્ર
1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.