Gas line leakage blast: વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતાં બ્લાસ્ટ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ચંદ્રમોલેશ્વર નગરમાં ઘર નંબર બી 18માં ગેસની લાઈન લીકેજ થઈ હતી. જોકે લીકેજ કયાં કારણે થઈ હતી તે હજું જાણવા મળ્યું નથી. લીકેજ લાઈનમાં બ્લાસ્ટ થતાં જ ઘરમાં રહેતા નયના બારોટ અને નિવાંગ બારોટ સહીત પરિવાર સભ્યો દાજી ગયા હતા, જેમાં નયના બારોટ અને તેનો પુત્ર વધારે દાઝતા બંનેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સિલિન્ડરની ગેસની નળીમાં લીકેજ હોવાના કારણે આ ઘટના બની હતી. ઘટનામાં 2 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ પણ વાંચો: નવી દિલ્હી/બીબીસી ડોક્યુમેન્ટરી સામે ઘણા દિગ્ગજોએ લખ્યા પત્રો, કહ્યું કે બે ભાગમાં રિલીઝ થયેલો વીડિયોને કહ્યું ભ્રામક
