Not Set/ બેટી બચાઓ થી શું હવે આપણે બળાત્કારી બચાઓ થઈ ગયાં? ગૌતમ ગંભીર

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ- કાશ્મીરના કઠુઆમાં થયેલી ગેંગરેપ ઘટનાના લીધે પૂરો દેશ ગુસ્સે છે. રાજનેતાઓ, ફિલ્મ જગતની હસ્તીઓ, ક્રિકેટરોમાં પણ આ ઘટનાના કારણે ખુબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. હાલ તો ગૌતમ ગંભીર આઈપીએલ ક્રિકેટ મેચમાં ઘણા વ્યસ્ત છે પણ જયારે દેશ અને સામાજિક મામલાની વાત આવે ત્યારે તે પોતાની પ્રતિક્રિયા આપવામાં ક્યારે […]

Sports
gambhir kkr 1429602911 1462262805 800 બેટી બચાઓ થી શું હવે આપણે બળાત્કારી બચાઓ થઈ ગયાં? ગૌતમ ગંભીર

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ- કાશ્મીરના કઠુઆમાં થયેલી ગેંગરેપ ઘટનાના લીધે પૂરો દેશ ગુસ્સે છે. રાજનેતાઓ, ફિલ્મ જગતની હસ્તીઓ, ક્રિકેટરોમાં પણ આ ઘટનાના કારણે ખુબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. હાલ તો ગૌતમ ગંભીર આઈપીએલ ક્રિકેટ મેચમાં ઘણા વ્યસ્ત છે પણ જયારે દેશ અને સામાજિક મામલાની વાત આવે ત્યારે તે પોતાની પ્રતિક્રિયા આપવામાં ક્યારે પાછા નથી પડતાં.

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર કઠુઆમાં થયેલા ગેંગરેપની ઘટનાથી ઘણા ગુસ્સે છે. જમ્મુના કઠુઆ જીલ્લાના રસ્સાના જંગલ માંથી 17 જાન્યુઆરીએ એક આઠ વર્ષની માસૂમ બાળકીની લાશ મળી આવી હતી. બાળકીને એક મંદિરમાં બંધક બનાવીને રાખી હતી અને તેના પર છ લોકોએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. ગૌતમ ગંભીરે ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને કઠુઆની આ ઘટનાને લઈને ટ્વીટ કર્યું હતું અને સીસ્ટમ પર નારાજગી વ્યક્ત કરી હતી.

ગૌતમ ગંભીરે ટ્વીટમાં કહ્યું છે આ ઘટના ભારતની આત્મા સાથે રેપ કર્યો છે. ગૌતમ ગંભીરે કહ્યું એ ભારતની સિસ્ટમ ખુબ જ ખરાબ છે. ગંભીરે સીસ્ટમને ચુનોતી આપતા કહ્યું છે કે હિમ્મત હોય તો અપરાધીઓને પકડીને બતાવો. ગંભીરે કઠુઆમાં થયેલી 8 વર્ષની બાળકીનો કેસ લડી રહી વકીલ દીપિકા સિંહ રજાવાતના પક્ષ કહ્યું કે શરમ આવી રહી છે કે જે દીપિકાનો વિરોધ કરી રહ્યા છે. સરકાર અને પ્રશાસન પર સીધો હુમલો કરતા ગંભીરે કહ્યું કે બેટી બચાઓ થી શું હવે આપણે બળાત્કારી બચાઓ થઈ ગયાં?