Not Set/ લ્યો બોલો !! પૈસા માટે કાંઇ પણ કરશે લોક, ગુપ્તાંગમાં સોનું છુપાવી લાવ્યો, ચાલને કારણે ઝડપાયો

એરપોર્ટ પરથી 11 લાખનું સોનું ઝડપાયુ શરીરના ગુપ્તભાગમાં છુપાવી લાવ્યો હતો સોનું શારજહાંથી આવતી ફ્લાઇટમાંથી પેસેન્જર ઝડપાયો મુંબઇનો ઇસમ સોનું છુપાવીને લાવી રહ્યો હતો એર ઇન્ટેલિઝન્સના કસ્મટ યુનિટે ભાંડો ફોડ્યો પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને લઇ કરાઇ તપાસ પેસેન્જરને સિવિલ હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખ્યો પૈસા માટે લોકો શું શું કરતા હોય છે કે, કરી શકે છે તેનું […]

Top Stories Gujarat Surat
pjimage 22 લ્યો બોલો !! પૈસા માટે કાંઇ પણ કરશે લોક, ગુપ્તાંગમાં સોનું છુપાવી લાવ્યો, ચાલને કારણે ઝડપાયો
  • એરપોર્ટ પરથી 11 લાખનું સોનું ઝડપાયુ
  • શરીરના ગુપ્તભાગમાં છુપાવી લાવ્યો હતો સોનું
  • શારજહાંથી આવતી ફ્લાઇટમાંથી પેસેન્જર ઝડપાયો
  • મુંબઇનો ઇસમ સોનું છુપાવીને લાવી રહ્યો હતો
  • એર ઇન્ટેલિઝન્સના કસ્મટ યુનિટે ભાંડો ફોડ્યો
  • પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને લઇ કરાઇ તપાસ
  • પેસેન્જરને સિવિલ હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખ્યો

પૈસા માટે લોકો શું શું કરતા હોય છે કે, કરી શકે છે તેનું આ સોનાનાં તસ્કરે બેનમુન ઉદાહર પૂરૂ પાડ્યું છે, જો કે, આ  રીત અપનાવવી સ્વાસ્થ અને બીજી અનેક રીતે હાનીકારક છે. કારણ કે આ ભાઇએ આ રીત સોનાની દાણચોરી માટે અપનાવી હતી અને તેમા પણ તે ફાવ્યો તો નથી જ.

વાત જાણે એમ છે કે, સુરત એરપોર્ટ ઉપર એક વિચીત્ર સોનાની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પરથી 11 લાખનું સોનું ઝડપાયુ છે. સુરત એરપોર્ટ પર શારજહાંથી આવેલી ફ્લાઇટમાં એક પેસેન્જર 11 લાખનું સોનું ભારતમાં લાવ્યો હતો. પેસેન્જરે સોનું ભારતમાં પહોંચાડી પણ દીધું અને સુરતનાં એરપોર્ટ પર લેન્ડ પણ થઇ ગયો. પરંતુ મુંબઇનો આ ઇસમ શરીરનાં જે ભાગમાં સોનું છુપાવીને લાવી રહ્યો હતો તેને કારણે તેની ચાલ વિચીત્ર થઇ ગઇ હતી.

આપણ વાંચો : મહિલાએ તેની બ્રામાં છુપાવ્યું 47 લાખનું સોનું, એરપોર્ટ પરથી કરાઇ ધરપકડ, ચોરીના કિમિયાથી કસ્ટમ અધિકારીઓ પણ સ્તબ્ધ

એરપોર્ટ પર રહેલ એર ઇન્ટેલિઝન્સના કસ્મટ યુનિટને ઇસમની ચાલ પર શંકા ગઇ અને ભાંડો ફોટ્યો. પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને લઇને તપાસ કરાતા સામે આવ્યું કે આ ઇસમ શરીરનાં ગુપ્તાંગમાં છુપાવી સોનું લાવ્યો છે. એર ઇન્ટેલિઝન્સના કસ્મટ યુનિટને ઇસમની પુછતાછ અને હલન ચલન તપાસતા ભાંડો ફટ્યો અને સોનાની વિચીત્ર તસ્કરીનો આ કિસ્સો સહજ રીતે સામે આવ્યો. હાલ પેસેન્જરને સિવિલ હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખ્યો છે. અને એર ઇન્ટેલિઝન્સના કસ્મટ યુનિટને દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પૈસા માટે લોકો કઇ પણ કરી શકે છે તે આ કિસ્સાથી સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન