Ghaziabad News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad) જિલ્લાના ટીલા મોર વિસ્તારના ભારત સિટી સોસાયટીની એક બહુમાળી ઇમારતના નવમા માળેથી કૂદીને ત્રણ સગી બહેનોએ કથિત રીતે આત્મહત્યા (Suicide) કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ત્રણેય બહેનોએ સુસાઇડ નોટમાં બીજું શું લખ્યું હતું?
ગાઝિયાબાદની ત્રણ સગીર બહેનોએ પણ સામૂહિક આત્મહત્યા (Suicide)કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. તેમણે પોતાની સુસાઇડ નોટ ‘ટ્રુ લાઇફ સ્ટોરી’ માં લખ્યું હતું કે, આ નોટમાં જે લખ્યું છે તે બધું જ વાંચી લો. કારણકે વાત જ કંઇક એવી છે. હવે વાંચો, માફ કરશો પપ્પા… હું ખરેખર દિલગીર છું “. આ સુસાઇડ નોટ ઊંડા માનસિક દબાણ તરફ સંકેત કરે છે.
ડી. સી. પી. નિમિશ પાટિલે કહ્યું, ‘4 ફેબ્રુઆરીની સવારે અમને માહિતી મળી હતી કે ત્રણ છોકરીઓએ એક ઈમારતમાંથી કૂદકો માર્યો હતો. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અમને આ સંબંધમાં એક સુસાઇડ નોટ મળી છે. સુસાઇડ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે ત્રણેય છોકરીઓ કોરિયન સંસ્કૃતિથી પ્રભાવિત હતી. કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યું ન હતું. ઘટના સમયે સમગ્ર પરિવાર ઘરમાં હાજર હતો. ‘

ઘટનાની પ્રાથમિક માહિતી- આત્મહત્યા (Suicide)નું કારણ અકબંધ
પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક ત્રણેય બહેનોને ઓનલાઇન કોરિયન ગેમ્સ રમવાની ભારે લત હતી. પરિવારજનો દ્વારા મોબાઇલ પર ગેમ્સ રમવા માટે ના પાડવામાં આવતા તેઓ માનસિક રીતે તણાવમાં આવી ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ મતે, આ કારણસર ત્રણેય બહેનોએ આકસ્મિક રીતે આત્મહત્યા (Suicide)નું પગલું ભર્યું હોઈ શકે છે. જો કે, આત્મહત્યા (Suicide)નું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
મૃતક બહેનોની ઓળખ
મૃતક બહેનોમાં મોટી દીકરી નિશિકા (ઉંમર 16 વર્ષ), બીજા નંબરની દીકરી પ્રાચી (14 વર્ષ) અને નાની દીકરી પાખી (12 વર્ષ)નો સમાવેશ થાય છે. ત્રણેય બહેનો સગી હતી અને પરિવાર સાથે ભારત સિટી સોસાયટીમાં રહેતી હતી. માહિતી મુજબ, કોરોનાકાળ બાદ ત્રણેય બહેનોએ શાળામાં જવું બંધ કરી દીધું હતું, જે તેમના સામાજિક અને માનસિક વિકાસ પર અસરકારક બન્યું હોવાનું માનવામાં આવે છે.
પરિવાર ઊંઘી રહ્યો હતો, બહેનો બારીમાંથી કૂદી ગઈ
પોલીસે જણાવ્યું કે ઘટના સમયે પરિવારના અન્ય સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા. રાત્રિના સમયે ત્રણેય બહેનો ઘરની બારીમાંથી બહાર આવી અને નવમા માળેથી કૂદી કરી આત્મહત્યા (Suicide). નીચે પડતાં જ તેમનું સ્થળ પર જ મોત થયું હતું. સવારના સમયે સ્થાનિક લોકોએ ઘટના જોઈ પોલીસને જાણ કરી હતી.

ઓનલાઇન ગેમિંગની લત અંગે ચિંતા
સંબંધીઓ અને પાડોશીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય બહેનો મોટાભાગનો સમય મોબાઇલ ફોન પર કોરિયન ગેમિંગ એપ્લિકેશનો રમવામાં વિતાવતી હતી. પરિવારજનોએ જ્યારે તેમની આ લત અંગે ચિંતા વ્યક્ત કરી અને ગેમ રમવા પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે બહેનોમાં નારાજગી વધી હોવાનું માનવામાં આવે છે. આ ઘટના ફરી એકવાર ઓનલાઇન ગેમિંગની લત અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર તેના પ્રભાવ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
પોલીસ તપાસ અને મોબાઇલ ફોન જપ્ત
પોલીસે ઘટના સ્થળેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે અને તેની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઇલ ફોનમાંથી ગેમિંગ એપ્લિકેશનો, ચેટ્સ અને અન્ય ડિજિટલ માહિતીના આધારે સાચી હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ, સ્થળ પરથી કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
પરિવારની પૃષ્ઠભૂમિ
મૃતક બહેનોના પિતા ચેતન ઓનલાઇન ટ્રેડિંગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પરિવાર સાથે ગાઝિયાબાદ (Ghaziabad)માં રહેતા હતા. પરિવારનો નાનો ભાઈ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ કહેવાય છે. આ પરિસ્થિતિઓએ પરિવારના માહોલ પર વધારાનો માનસિક ભાર નાખ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ ચાલુ, સવાલો યથાવત
હાલ પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે. શું આ ઘટના માત્ર ગેમિંગ પ્રતિબંધના કારણે બની કે પછી અન્ય કોઈ માનસિક કે સામાજિક કારણો જવાબદાર છે, તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. પરંતુ આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે.
આ પણ વાંચો:ઓનલાઇન ગેમિંગ પર સરકારનો પ્રતિબંધ કેટલાય કુટુંબોની બરબાદી અટકાવશે
આ પણ વાંચો:સરકારનું ઓનલાઈન ગેમિંગ એપ્સ પર મોટું પગલું, નવો કાયદો કેમ જરૂરી?
આ પણ વાંચો:ગાઝિયાબાદ ધર્મ પરિવર્તન કેસના માસ્ટરમાઇન્ડ શાહનવાઝ ઉર્ફે બદ્દોની ધરપકડ

