કાશ્મીર પર મધ્યસ્થતા મુદ્દે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામા આવેલા નિવેદન બાદ દેશભરમાં તેની ચર્ચાઓ થઇ રહી છે. સામાન્ય નાગરીકથી લઇને રાજનેતાઓ પણ તેમના આ નિવેદનથી ચોંકી ગયા છે. આ વચ્ચે કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વડાપ્રધાન મોદીની પાસે જવાબ માગ્યો હતો. જેને લઇને કેન્દ્રીય મંત્રી અને બેગૂસરાયનાં સાંસદ ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર નિશાનો સાધ્યો છે.
ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીનાં ટ્વીટ પર વળતો પ્રહાર કરતા લખ્યુ કે, “રાહુલ ગાંધી અને કોંગ્રેસનો ગજબ હાલ છે, તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધી ઇમરાન ખાનની ચીયર લીડરની જેમ વર્તન કરી રહ્યા છે. આગળ તેમણે લખ્યુ કે, ઇમરાન પોતાની ઔકાત ભૂલી ગયા છે, ઇમરાન રેફરેંડમ અને કાશ્મીરનો રાગ છોડે અને પીઓકે હિંન્દુસ્તાનને પરત આપવાની તૈયારી કરે, કારણ કે આ મોદીની સરકાર થે નહેરુની નહી.”

ગિરિરાજ સિંહનાં કોંગ્રેસ પર હુમલા બાદ કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા પ્રેમચંદ મિશ્રાએ તેનો જવાબ જાણીતી કહેવત હાથી ચાલ્યો બજારની વાત કરતા આપ્યો. તેમણે કહ્યુ કે, ગિરિરાજ સિંહ જે મનમાં આવે તે બોલે છે. આરએસએસની શાળામાં આવી વાતો જ શીખવાડવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
