Mahisagar News/ મહીસાગર દેવચોકડી લુણાવાડાના માર્ગ અકસ્માતમાં બાળકીનું મોત

મહીસાગર જિલ્લામાં દેવચોકડીથી લુણાવાડાના માર્ગ પરના અકસ્માતમાં બાળકીનું મોત થયું છે. બાવળા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાળકીનું મોત થયું છે.

Gujarat Others Breaking News

Mahisagar News: મહીસાગર જિલ્લામાં દેવચોકડીથી લુણાવાડાના માર્ગ પરના અકસ્માતમાં બાળકીનું મોત થયું છે. બાવળા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાળકીનું મોત થયું છે. અંદાજિત છ વર્ષની બાળકી અને દાદી રસ્તા પર જઈ રહ્યા હતા. આ સમયે વાહનચાલકે બાળકીને અડફેટે લેતા તેનું મોત થયું હતું. બાલાસિનોર પોલીસે અકસ્માત ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. નજીકના વિસ્તારના સીસીટીવી પરથી  અકસ્માત સર્જનારા વાહનને શોધી કાઢવામાં આવશે તેમ જણાવાયું છે.

એક અન્ય અકસ્માતમાં મહીસાગરમાં પોલીસ દોડી આવી હતી. પોલીસે ટક્કર મારનારા વાહનની તપાસ શરૂ કરી છે.  આ પહેલા મહીસાગરના વિરપુરના પાટા ગામ પાસે અકસ્માત, વીરપુર લીંબડીયા રોડ ઉપર ત્રિપલ અકસ્માત થયો હતો. બે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા, વિરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું નિપજ્યું મોત લુણાવાડાના ચમારીયા ગામ પાસેની ઘટના રોડની સાઇડ પર ઉભેલી ટેન્કર પાછળ ઘુસી બાઇક મૃતક ખિલખિલાટ વાનનો ડ્રાઇવર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે તેના કુટુંબીજનોનો સંપર્ક સાધીને તેના અંગે વાત જણાવી છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહીસાગરના વિરપુરના પાટા ગામ પાસે અકસ્માત, વીરપુર લીંબડીયા રોડ ઉપર ત્રીપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને

આ પણ વાંચો:  મહીસાગરઃ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં 1 વ્યક્તિનું નિપજ્યું મોત લુણાવાડાના ચમારીયા ગામ પાસેની ઘટના રોડની સાઇડ પર ઉભેલી ટેન્કર પાછળ ઘુસી બાઇક મૃતક ખિલખિલાટ

આ પણ વાંચો: મહીસાગરમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત