Vadodara/ વડોદરામાં પોલીસકર્મી સાથે યુવતીની બબાલ, પોતાના કપડાં ફાડી પોલીસને માર માર્યો

વડોદરા (Vadodara)માં પોલીસકર્મી સાથે યુવતી (Girl)ની બબાલનો કિસ્સો સામે આવ્યો. આ ઘટનામાં યુવતી પોલીસકર્મી સાથે મારામારી કર્યા બાદ જાહેરમાં જ પોતાના કપડાં ફાડી રહી છે.

Top Stories Gujarat Vadodara

Vadodra News: વડોદરા (Vadodara)માં પોલીસકર્મી સાથે યુવતી (Girl)ની બબાલનો કિસ્સો સામે આવ્યો. આ ઘટનામાં યુવતી પોલીસકર્મી સાથે મારામારી કર્યા બાદ જાહેરમાં જ પોતાના કપડાં ફાડી રહી છે. સોશિયલ મીડિયામાં પોલીસકર્મી અને યુવતી વચ્ચે થયેલ બબાલનો વીડિયો ફરી રહ્યો છે. જેમાં દેખાય છે કે યુવતીએ એક પોલીસકર્મીને મારમારી રહી હતી ત્યારે અન્ય એક યુવક પણ ત્યાં ઉભો હતો તે પણ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યો. આ બબાલમાં પોલીસર્કમીની વર્દીના બટન તોડયા અને ધક્કો માર્યો દરમ્યાન ટી-શર્ટ પહેરેલ યુવતી પોતાના કપડાં જાતે ફાડવા લાગી અને બૂમાબૂમ કરી ટોળું ભેગું કર્યું.

Clash between girl and policeman in Vadodara | વડોદરામાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા: છેડતી થઇ હોવાનો ફોન આવતા PCR વાન પહોંચી, પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી વર્દીના ...

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ભાવેશ ભોજાભાઈએ યુવક અને યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં પોલીસકર્મી ભાવેશે જણાવ્યું કે નવરાત્રિ તહેવારમાં સુરક્ષાને લઈને અમને નાઈટ પેટ્રોલિંગની ડયુટી મળી હતી. અમે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને વર્ધી મળી હતી કે, દાંડિયા બજાર એચ.ડી.એફ.સી બેંક પાસે એક યુવક યુવતીની છેડતી કરે છે. કંટ્રોલ રૂમ તરફથી મળેલ કોલ બાદ અમે દાંડિયા બજાર એચ.ડી.એફ.સી બેંક પાસે પહોંચ્યા. જ્યાં તપાસ કરતા એક યુવક તથા એક યુવતી અંદરો અંદર બોલાચાલી કરી મારામારી કરતાં હતાં.

Clash between girl and policeman in Vadodara | વડોદરામાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા: છેડતી થઇ હોવાનો ફોન આવતા PCR વાન પહોંચી, પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી વર્દીના ...

વધુમાં પોલીસકર્મીએ જણાવ્યું કે અમે જ્યારે દાંડિયા બજાર પંહોચ્યા ત્યારે યુવક અને યુવતી વચ્ચે થતી મારામારીના કારણે ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું. અમે તેમને છોડાવવા પ્રયાસ કર્યો. દરમ્યાન હાજર યુવક અમારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો. આ બખેડામાં મારી વર્દીના શર્ટના બટન યુવકે તોડી નાખ્યાં હતાં અને મને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો. યુવકની આ હરકત બાદ તેની સાથેની યુવતીએ પહેરેલી ટી-શર્ટ પોતાની જાતે સાઇડમાંથી ફાડી અને બુમાબુમ કરવા લાગી હતી. જેથી અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં She ટીમ સહિત વધુ પોલીસ પણ ઘટનાસ્થળ પર આવ્યા. પોલીસ સાથે ગેરવર્તણૂક કરનાર યુવતી અને યુવકની ધરપકડ કરી છે. અને આ મામલે અમે વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર ગેંગરેપ થયો તે સ્થળ છે સાવ ઉજ્જડ

આ પણ વાંચો: વડોદરામાં 14ના જીવ લેનારા હરણી બોટ અકસ્માતમાં પાંચેય આરોપીઓને જામીન

આ પણ વાંચો: વડોદરામાં વિશ્વામિત્રીનું ફરી પાછું ‘વિશ્વામિત્ર રૂપ’