Vadodara: વડોદરામાં હરાણી બોટ અકસ્માતમાં 14 લોકોના જીવ લેનાર પાંચ આરોપીઓને આખરે જામીન મળ્યા છે. બે મુખ્ય આરોપીઓ સહિત પાંચ આરોપી આઠ મહિના બાદ જેલમાંથી મુક્ત થશે. હાઈકોર્ટે કોટિયા ભાઈઓ અને પેટા કોન્ટ્રાક્ટરને જામીન આપ્યા છે. 18 જાન્યુઆરી, 2024 બોટ અકસ્માત થયો. જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વડોદરાના હરણી તળાવમાં બોટ અકસ્માતમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 માસૂમ બાળકોના મોત થયા હતા. આ સાથે બે શિક્ષકોની પણ મૃત્યુ પામી હતી. વડોદરાના હરણી તળાવ બોટ અકસ્માત કેસમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા આ કેસમાં પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા. જસ્ટિસ એમ.આર. મેંગડેની સિંગલ બેન્ચે પાંચેય આરોપીઓને જામીન આપ્યા છે.
આ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના એડમિનિસ્ટ્રેટર પરેશ શાહ અને વત્સલ શાહ, નાવિક શાંતિલાલ સોલંકી અને બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા ડોલ્ફિન કંપનીના માલિક તથા નાવિક નયન ગોહિલને જામીન આપવામાં આવ્યા છે.
હરણી દુર્ઘટના
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ બાળકો તેમની શાળામાંથી પિકનિક માટે ગયા હતા. અને ત્યાં જ આ દુ:ખદ ઘટના બની હતી.
આ કેસમાં હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લઈને અરજી દાખલ કરી હતી. અગાઉ આ કેસમાં ચાર મહિલા આરોપીઓને જામીન મળ્યા હતા. અન્ય એક આરોપી જેલમાં છે. આરોપીઓ વિરુદ્ધ કલમ 304, 308, 337, 114 સહિત વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં, 2 કમિશનર સામે પગલાં ભરવા કર્યો આદેશ
આ પણ વાંચો: વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
આ પણ વાંચો: રાજકોટ, વડોદરા, મોરબી અને હાથરસ દુર્ઘટનાઓમાં ભોગ બનેલા પીડિતોના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી