નિવેદન/ ગોવાના મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન જો કોઇપણ મંત્રી..

કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ ગિરીશ ચોડંકરે આરોપ લગાવ્યો હતો કે ગોવાના મંત્રીએ એક મહિલાનું યૌન ઉત્પીડન કર્યું હતું.

Top Stories India

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તેમની કેબિનેટના કોઈપણ સભ્ય સામે જાતીય સતામણીના આરોપો હશે તો તે વ્યક્તિને પદ પરથી હટાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે જો ફરિયાદ દાખલ કરવામાં આવશે તો પણ  તેને પદ પરથી કાઢી દેવામાં આવશે

ગયા અઠવાડિયે કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ ગિરીશ ચોડંકરે આરોપ લગાવ્યો હતો કે ગોવાના મંત્રીએ એક મહિલાનું યૌન ઉત્પીડન કર્યું હતું. અહીં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાવંતે કહ્યું કે હું આ મામલે સંપૂર્ણ તપાસ કરીશ, પરંતુ કમસેકમ પીડિતાને ફરિયાદ તો કરવા દો. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આવા આક્ષેપો કરીને સસ્તી લોકપ્રિયતા મેળવવા માંગે છે