Godhara/ આઈટી વિભાગના દરોડામાં 120 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું

આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પુર્વે ગોધરા અને વેજલપુર વિસ્તારમાં બિલ્ડરો અને મોટા વેપારીઓને ત્યાં સામૂહિક રીતે 35 થી વધુ સ્થળો પર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આજદિન સુધી ચાર દિવસ ચાલેલી દરોડાની કામગીરી દરમ્યાન ૧૨૦ કરોડ બિનહિસાબી નાણુ ઝડપાયું છે,

Top Stories Gujarat
modi 11 આઈટી વિભાગના દરોડામાં 120 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું

આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પુર્વે ગોધરા અને વેજલપુર વિસ્તારમાં બિલ્ડરો અને મોટા વેપારીઓને ત્યાં સામૂહિક રીતે 35 થી વધુ સ્થળો પર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આજદિન સુધી ચાર દિવસ ચાલેલી દરોડાની કામગીરી દરમ્યાન ૧૨૦ કરોડ બિનહિસાબી નાણુ ઝડપાયું છે, હાલમાં પણ આવકવેરા વિભાગ ધ્વારા જપ્ત કરેલ દસ્તાવેજોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે,આઈટી વિભાગના સામુહિક દરોડા ના પગલે બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

કચ્છ / કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને ભુજ ફેરવાયું પોલીસ છાવણીમા…

breaking news / રાજ્યમાં શાળા શરૂ કરવા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની …

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેર તેમજ જિલ્લાના અલગ અલગ 35 થી ઉપરાંત જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આવકવેરા વિભાગની જુદી જુદી 15 ઉપરાંત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલ ના મોટા વેપારીઓ , બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલનો બિઝનેશ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનને લઈને કર ચોરી કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં આજદિન સુધી ચાર દિવસ ચાલેલી દરોડાની કામગીરી દરમ્યાન ૧૨૦ કરોડ બિનહિસાબી નાણુ ઝડપાયું છે, હાલમાં પણ આવકવેરા વિભાગ ધ્વારા જપ્ત કરેલ દસ્તાવેજોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના અચાનક પડેલા સામુહિક દરોડા ને લઈને જિલ્લામાં ચર્ચા નો વિષય બની ગયું છે તેમજ વેપારી અને બિલ્ડરો તથા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.