જર્જરિત/ ગોધરાના રસ્તાઓ ખાડામાં ફેરવાયા,રાહદારીઓને ભારે મુશ્કેલી

ચીફ ઓફિસર સંજય પટેલના બેદરકાર વહીવટના પગલે ગોધરા શહેરના લગભગ જાહેર માર્ગો પાણી ભરાઈને ખાડાઓમાં ફેરવાઈ ગયા છે.

Gujarat

ગોધરા શહેરમાં રસ્તાઓ ઉપર ખાડાઓને લઈને આ રસ્તાઓ ઉપરથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે એટલા માટે કે હાલ તો ગોધરા શહેરના રસ્તાઓમાં એવું લાગી રહયું છે કે રસ્તા ઉપર ખાડા કે ખાડા ઓમાં રસ્તો જેવા દ્રશ્યો જોવા મળી આવે છે

ગોધરા નગર પાલિકામાં અપક્ષોની સત્તાઓ દૂર કરીને પાલિકામાં પ્રમુખ સંજય સોની સાથે સંપૂર્ણ સત્તાઓ હસ્તગત કરનારા ભા.જ.પ. શાસકોના વહીવટ ભલે બદનામ થાય એવા ચીફ ઓફિસર સંજય પટેલના બેદરકાર વહીવટના પગલે ગોધરા શહેરના લગભગ જાહેર માર્ગો પાણી ભરાઈને ખાડાઓમાં ફેરવાઈ ગયા છે.અને વરસાદના પ્રારંભ સાથે આ જાહેર રસ્તાઓ એટલી હદે પાણી ભરેલા ખાડાઓમાં ફેરવાઈ ગયા છે કે વાહનોને તો ઠીક પગપાળા ચાલતા જવું મુશ્કેલ દેખાઈ રહયું છે.

ગોધરા શહેરના જાહેર અને અંતરિયાળ લાખ્ખો નહિ બલ્કે કરોડો રૂપિયાના રસ્તાઓ જર્જરીત બનીને ખાડાઓમાં ફેરવાઈ ગયા હોવાના ગોધરા પાલિકાના ચીફ ઓફિસરના બેજવાબદાર વહીવટ સામે પ્રજા આક્રોશનો અનુભવ ખુદ પ્રાદેશિક કમિશનરને થયો હતો.!! ત્યારે ગોધરા ન.પાલિકાના સત્તાધારી ભા.જ.પ.ના શાસકો જો ચીફ ઓફિસર સંજય પટેલ અને કહેવાતા સાહેબોને સાથે રાખીને શહેરના જાહેર માર્ગો ઉપર “ફ્લેગ માર્ચ” જેવી પગપાળા મુલાકાત માટે નીકળે એમ શહેરના પ્રજાજનો ઈચ્છી રહયા છે.