હોલિવૂડ/ કોરોનાકાળમાં પણ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે ‘Godzilla Vs Kong’

કોરોનાકાળ ફિલ્મી જગત માટે પણ સંઘર્ષમય રહ્યો છે. ત્યારે આ કોરોનાકાળમાં પણ એક ફિલ્મે દર્શકોની પકડને મજબૂત કરવામાં સફળતા મેળવી છે.

Entertainment
asd 9 કોરોનાકાળમાં પણ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે ‘Godzilla Vs Kong’

કોરોનાકાળ ફિલ્મી જગત માટે પણ સંઘર્ષમય રહ્યો છે. ત્યારે આ કોરોનાકાળમાં પણ એક ફિલ્મે દર્શકોની પકડને મજબૂત કરવામાં સફળતા મેળવી છે. ફિલ્મનું નામ ‘Godzilla Vs Kong’ છે.

બોલિવૂડ ફેન્સ / પવન કલ્યાણની ફિલ્મ ‘વકીલ સાબ’ નું ટ્રેલર જોવા ફેન્સ થિયેટરનો કાચ તોડી ઘુસ્યા,જુઓ Video

‘Godzilla Vs Kong’ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેનો પુરાવો ફિલ્મની કમાણી પરથી મળી રહ્યો છે. ઘણા સ્થળોએ કોવિડ, લોકડાઉન અને કર્ફ્યુ હોવા છતાં, ફિલ્મે સારી કામગીરી કરી લીધી છે. આ ફિલ્મે પહેલા વીકએન્ડમાં ધૂમ મચાવી છે. કોવિડ દરમિયાન પણ જે રીતે ફિલ્મની કમાણી થઈ રહી છે, જો તમામ સામાન્ય હોત, તો અત્યાર સુધી આ ફિલ્મે 50-55 કરોડની કમાણી કરી લીધી હોત. આપને જણાવી દઇએ કે, આ કોરોનાકાળમાં પણ હોલિવૂડની ફિલ્મ ‘Godzilla Vs Kong’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે, જ્યારે બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની બાયોપિક ‘સાઇના’ બોક્સ ઓફિસ કલેક્શન પર ખરાબ રીતે પટકાઇ ગઇ છે.

બોલિવૂડ પાર્ટી / હોળી પર સારા અલી ખાને પિતા સૈફના ઘરે કરી પૂલ પાર્ટી, વ્હાઇટ બિકીનીમાં તસવીર થઇ વાયરલ

‘Godzilla Vs Kong’ ને બોક્સ ઓફિસ અંગે ટ્રેસ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કર્યું હતું કે, ‘Godzilla Vs Kong’ એ આ વિકેન્ડ પર જોરદાર પ્રદર્શન કર્યુ છે. હિન્દી માર્કેટમાંથી ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી વધુ કલેક્શન નથી આવી રહ્યુ, જો કે દક્ષિણનું વર્ચસ્વ યથાવત છે… બુધવારે રૂ.6.40 કરોડ, ગુરુવારે રૂ.5.40 કરોડ, શુક્રવારે રૂ.4.22 કરોડ, શનિવારે રૂ.6.42 કરોડ, રવિવારે રૂ.6.52 કરોડ અને આ રીતે કુલ રૂ.28.96 કરોડની આવક થઈ છે.’ આ રીતે, ફિલ્મે કોવિડકાળમાં પણ સારી કમાણી કરી છે. તરણ આદર્શે સ્વીકાર્યું છે કે, જો આ કોવિડ પહેલાનો સમય હોત તો ફિલ્મનું કલેક્શન 50 કરોડ રૂપિયા થઈ શક્યો હોત.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ