Viral Video/ નીરજ ચોપરા નો ડાન્સ વીડિયો વાયરલ, ઠુમકા જોઇને તમને રહી જશો દંગ

નીરજ ચોપરા એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે દરેક વ્યક્તિ નીરજ ચોપરા વિશે વધુ ને વધુ જાણવા…

Videos
નીરજ ચોપરા

નીરજ ચોપરા આજે ઘરમાં ઘરમાં ફેમસ થઇ ગયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાનું નામ આજે દરેકની જીભ પર છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં, નીરજ ચોપરા એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે દરેક વ્યક્તિ નીરજ ચોપરા વિશે વધુ ને વધુ જાણવા માંગે છે. જ્યારે હરિયાણાના રહેવાસી નીરજ ચોપરા મેદાનમાં ખૂબ જ ગંભીર દેખાય છે, નીરજ  પોતાના અંગત જીવનમાં ખૂબ જ મસ્ત છે અને ખુલીને જીવન જીવે છે.

આ પણ વાંચો :બચપન કા પ્યાર સોંગ પર નાની બાળકીએ કર્યો ક્યૂટ ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

જેવલિન થ્રો માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાના ઘણા જૂના ઇન્ટરવ્યુ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન નીરજ ચોપરાના ડાન્સનો એક જૂનો ફની વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં નીરજના ડાન્સને લઈને દરેક લોકો દીવાના બની રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નીરજ હરિયાણવી અને પંજાબી ગાયક દિલેર મહેંદીના ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. 30 સેકન્ડનો આ વીડિયો તેને જોતા જ વાયરલ થઈ ગયો છે. વીડિયો કોઈ ફંકશનનો હોય તેવું લાગે છે, જેમાં અન્ય ઘણા લોકો પણ નીરજ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :દોસ્તના લગ્નમાં યુવકે કર્યો એવો નાગિન ડાન્સ હસવા લાગી દુલ્હન, જુઓ

ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઘરે પરત આવેલા નીરજ ચોપરાએ કહ્યું, ‘દરેકનો આભાર! આ ગોલ્ડ મેડલ મારું નથી પણ આખા દેશનું છે. મને લાગે છે કે તમે તમારું 100% આપો છો અને કોઈથી ડરશો નહીં. આપ સૌની પ્રાર્થના હતી. સરસ લાગે છે. હું ભવિષ્યમાં વધુ મહેનત કરીશ., હું ભવિષ્યમાં વધુ મેડલ જીતીશ.

આ પણ વાંચો :બોલ સાથે રમતા ટબમાં પડ્યું બેબી રીંછ, માતાએ આવીને આ રીતે બચાવ્યો જીવ

મહત્વનું છે કે, સુપરસ્ટાર ભાલા ફેંક નીરજ ચોપડા ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજો ભારતીય બની ગયો છે. હરિયાણામાં પાણીપતની પાસે ખંડરા ગામના એક ખેડૂતના 23 વર્ષીય પુત્રએ ભાલા ફેંકની ફાઇનલમાં 87.58 મીટરે ભાલો ફેંકીને વિશ્વને ચોંકાવી દીધું હતું અને ઓલિમ્પિકમાં ટ્રેક અને ફીલ્ડ મેડલમાં ભારતનાં 100 વર્ષની રાહને પૂરી કરી દીધી હતી.

આ પણ વાંચો :નશામાં ધૂત યુવતીએ રસ્તા પર જ મચાવ્યો હંગામો, થોડીવાર પછી કર્યું એવું કે…