Viral video/ અંકિતા લોખંડેએ કરવા ચોથ પર પહેરી લાલ સાડી, તો યુઝર્સે કહ્યું – તમે સુશાંતને યાદ…

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી અંકિતા લોખંડે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે.

Videos
a 34 અંકિતા લોખંડેએ કરવા ચોથ પર પહેરી લાલ સાડી, તો યુઝર્સે કહ્યું - તમે સુશાંતને યાદ...

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી અંકિતા લોખંડે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. અંકિતા લોખંડેએ કરવા ચોથ સાથે જોડાયેલી તેની તસ્વીર અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે લાલ સાડીમાં જોવા મળી રહી છે. લાલ સાડીમાં અંકિતા લોખંડેનો લુક અને તેની સ્ટાઇલ ખરેખર વખાણવા યોગ્ય લાગે છે. અંકિતાએ તેનો વીડિયો શેર કરીને કરવા ચોથ પર ચાહકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. તો, બીજીબાજુ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેનના વિડીયો પર ટિપ્પણી કરી અને સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ કર્યો.

Instagram will load in the frontend.

આ પણ અવંચો : વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચી રશ્મિ દેસાઇ, ફોટા થયો વાયરલ

અંકિતા લોખંડેએ તેનો વીડિયો શેર કર્યો છે અને કરવા ચોથ કરવા બદલ ચાહકોને અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું કે, “આપ સૌને મારા નમસ્કાર અને કરવા ચોથની આપ સૌને હાર્દિક શુભેચ્છા. ખૂબ સારી રીતે પૂજા કરો અને તમારા પતિને ખૂબ પ્રેમ આપો.” તેના વીડિયો પર ટિપ્પણી કરતાં એક યુઝરે લખ્યું, “દી તમે સુશાંત સિંહ રાજપૂતને યાદ નહીં કરી શકો.” આ સિવાય અંકિતા લોખંડેએ તેની તસ્વીર પણ શેર કરી હતી, જેમાં તે લાલ સાડીમાં જોવા મળી રહી છે. તેના આ ફોટા પર ટિપ્પણી કરતાં એક યુઝરે લખ્યું, “તમને જોઈને માત્ર સુશાંત યાદ આવે છે.”

Instagram will load in the frontend.

dc93km68

આ પણ અવંચો : ચાલતી ટ્રેનમાં બાળકે બતાવ્યો ખતરનાક સ્ટંટ, જોઇને તમારા ઉડી જશે હોશ

અંકિતા લોખંડેની તસ્વીર પર ટિપ્પણી કરતી વખતે ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેના દેખાવની પ્રશંસા કરી હતી. આપને જણાવી દઈએ કે અંકિતા લોખંડે ટીવીની દુનિયાથી બોલિવૂડમાં પોતાની જબરદસ્ત ઓળખ બનાવી ચુકી છે. તેણીએ પવિત્ર રિશ્તા  દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો અને આ સિરિયલ દ્વારા જ તે લોકોના હૃદયમાં સ્થાન બનાવવામાં સફળ રહી.

આ પછી અંકિતા લોખંડે ઝલક દિખલા જામાં પણ જોવા મળી હતી. તે જ સમયે, અંકિતા લોખંડે છેલ્લે બોલીવુડની ફિલ્મ બાગી 3 માં જોવા મળી હતી. આ પહેલા તે કંગના રનૌતની સાથે મણિકર્ણિકા નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.