Gold-Silver price/ સોના-ચાંદીમાં ખૂલતા બજારે જ ઐતિહાસિક તેજી, ચાંદીમાં તોતિંગ વધારો

સોના-ચાંદીમાં ખૂલતા બજારે જ ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. ખૂલતા બજારે જ સોનુ અને ચાંદી બને ઉચકાયા છે. ચાંદીમાં તો લગભગ પાંચ ટકા જેટલો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

Top Stories Breaking News Business
Gold-silver માં ખૂલતા બજારે જ જબરદસ્ત તેજી જોવા મળી

Gold-silver Today’s Price: ભારતીય બજારમાં કીમતી ધાતુઓમાં આજે સોના-ચાંદી (Gold-silver)ના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ કીંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. ખાસ કરીને ચાંદી(Silver) ના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે.

MCX
MCX

સોનામાં પણ ભારે તેજી

સોમવારે એમસીએક્સ (MCX) બજાર ખૂલતાની સાથે જ સોનું અગાઉના 1,55,451.00 ના બંધ ભાવની સામે આજે 1,56,000.00 પર ખૂલ્યું હતું અને ટૂંક જ સમયમાં તે 1,58,500.00 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. સમાચાર લખવા સુધીમાં સોનામાં અંદાજે ₹2,429 (+1.56%) નો વધારો જોવા મળ્યો છે. જોકે આજના કુલ ઉછાળાની વાત કરીએ તો તે 3000થી વધુનો થાય છે.

Gold
Gold

ચાંદીમાં ખૂલતા બજારે ઉછાળો

બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ પ્રચંડ તેજી આવી છે. ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892.00 ની સરખામણીએ આજે 2,59,887.00 પર ખૂલી હતી અને ઉછળીને 2,64,885.00 ની સપાટીને સ્પર્શી ગઈ હતી. ચાંદીમાં એક જ દિવસમાં ₹14,005 (+5.60%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Gold
Gold

 

Gold-silverમાં તેજી પાછળના કારણો

આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સોના પ્રત્યેનો વધતો વિશ્વાસ જવાબદાર છે. જાન્યુઆરી 2026માં ભારતીય ગોલ્ડ ETFમાં રોકાણમાં 98% નો જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ તરફ વધુ વળી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદી જેવી સલામત રોકાણની મિલકતોમાં માંગ વધી રહી છે.

Silver
Silver

વૈશ્વિક અનિશ્ચિતતાથી Gold-silver ETFમાં વિક્રમજનક રોકાણ

વૈશ્વિક બજારની અસર એશિયા પર પણ જોવા મળી રહી છે, જ્યાં જાન્યુઆરીમાં એશિયન ગોલ્ડ ETFમાં 10 અબજ ડોલરનું રેકોર્ડબ્રેક રોકાણ આવ્યું હતું. વિશ્વભરમાં વધી રહેલી આ માંગ અને ભૌગોલિક અસ્થિરતાને કારણે આગામી સમયમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે.


આ પણ વાંચો: રોકાણકારોમાં ચિંતા અને બજારમાં અસ્થિરતા,MCX પર સોના-ચાંદીમાં ફરી મોટો ઘટાડો

આ પણ વાંચો: MCX પર સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, અમદાવાદમાં લગડી ભાવમાં ભારે હલચલ

આ પણ વાંચો: બજેટના દિવસે માર્કેટમાં ભૂકંપ… ચાંદી અચાનક ₹27,000 ઘટી ગઈ, સોનું પણ ₹13,000 ઘટ્યું