Business News/ સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ! ટ્રમ્પના એક ભાષણે તેજી રોકી, સિલ્વર ETF 15% સુધી પટકાયા

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની તેજી પર બ્રેક લાગી છે. દાવોસમાં ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ ગ્રીનલેન્ડનો તણાવ ઘટતા ભારતીય બજારમાં સિલ્વર ETF 15% અને ગોલ્ડ ETF 10% સુધી તૂટ્યા છે. જાણો MCX પર સોના અને ચાંદીના નવા રેકોર્ડ ભાવ.

Business Top Stories
Gold

Gold-Silver Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓની સતત વધી રહેલી રેકોર્ડબ્રેક તેજી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી છે. દાવૌસમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ વૈશ્વિક બજારના સમીકરણો બદલાયા છે, જેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર ETFs (Exchange Traded Funds) માં આજે 15% સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે.

કેમ ઘટ્યા ભાવ?

ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ ગ્રીનલેન્ડને લઈને ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ ઓછો થવાના સંકેતો મળ્યા છે. આ સાથે જ ડોલર મજબૂત થતા રોકાણકારોએ સુરક્ષિત ગણાતા સોના-ચાંદીમાંથી નાણાં ખેંચવાનું શરૂ કર્યું છે. ત્રણ દિવસની સતત તેજી બાદ આવેલા આ કરેક્શને બજારના સેન્ટિમેન્ટમાં મોટો બદલાવ આણ્યો છે.

Gold

Silver અને Gold ETFs માં ગાબડું

ઘરેલું બજારમાં આંતરરાષ્ટ્રીય સંકેતોની સૌથી વધુ અસર સિલ્વર ETFs પર પડી છે:

ટાટા સિલ્વર ફંડ: સૌથી વધુ 15% સુધી તૂટ્યું.

અન્ય સિલ્વર ETFs: નિપ્પોન ઇન્ડિયા, આદિત્ય બિરલા સન લાઈફ અને બંધન સિલ્વર ETFમાં 11% થી 12% નો ઘટાડો જોવા મળ્યો.

ગોલ્ડ ETFs: ગોલ્ડ ઇટીએફ પણ આ ઘટાડાથી બચી શક્યા નથી. આદિત્ય બિરલા ગોલ્ડ ETF 10% અને એક્સિસ તથા ટાટા ગોલ્ડ ETF 9% થી વધુ નીચે પટકાયા છે.

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ

સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) 0.8% ઘટીને 4,799.79 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જે અગાઉ 4,887.82 ડોલરની ઓલ-ટાઈમ હાઈ સપાટી પર હતું. તેવી જ રીતે, ચાંદી પણ તેના રેકોર્ડ સ્તર 95.87 ડોલરથી ઘટીને 92.38 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

સ્થાનિક બજાર (MCX) ના ભાવ

સોનું: MCX પર સોનું 1,53,116 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું (કારબાર દરમિયાન 58 લાખની સપાટી ક્રોસ કરી હતી).

ચાંદી: MCX પર ચાંદી 22% ઘટીને 3,16,501 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી.

રોકાણકારો માટે અત્યારે બજારમાં ભારે અસ્થિરતાનો માહોલ છે, જેના કારણે સોના-ચાંદીમાં રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત-અમેરિકા વેપાર કરાર પર વાતચીત, શું ભારતમાંથી 25% વધારાનો ટેરિફ દૂર થશે?

આ પણ વાંચો: વેપાર કરારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ અજય ભાદુનો DGFTતરીકેનો કાર્યકાળ લંબાવ્યો

આ પણ વાંચો: ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને આગામી 48 કલાકમાં અંતિમ સ્વરૂપ અપાય તેવી શક્યતા