GPSC Exam/ GPSC ની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે ખુશખબર, પરીક્ષાની તારીખો જાહેર

GPSC News : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી GPSC ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. GPSC દ્વારા કુલ 9 જાહેરાતોની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

GPSC News : ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. જેમાં GPSC દ્વારા અધિક સીટી ઈજનેર વર્ગ 1 અને મદદનીશ ઈજનેર વર્ગ 2 ની તારીખ જાહેર કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઈજનેર, સાયન્સિટ ઓફિસર, મદદનીશ બાગાયત નિયામક, મદદનીશ નિયંત્રક કાનૂની માપ સહાયક અને ગ્રાહક સુરક્ષા અધિકારીની તારીખ જાહેર કરવામાં આવી છે. GPSC એ 9 જાહેરાતોની 23 ફ્રેબુઆરી ના પ્રાથમિક કસોટી યોજવામાં આવશે.

સંમતિ પત્રક લેવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો ?

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ચેરમેન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે સરકારના સમય અને નાણાં ન વેડફાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંમતિપંત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે.

સંમતિ પત્રક માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે….

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે. જોકે, ઉમેદવારો પાસેથી સંમતિ પત્રક નિમિત્તે સંસ્થા કોઈપણ પ્રકારની ફી નહીં લે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત જાહેર સેવા આયોગ જુદી-જુદી પોસ્ટ માટે કરશે ભરતી

આ પણ વાંચો:  ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી શરૂ થઈ છે ભરતી

આ પણ વાંચો: GPSCની ઓગસ્ટ-સપ્ટેમ્બરની પરીક્ષાઓ મોકૂફ , 6 કેટેગરીની પરીક્ષાઓ વહિવટી કારણોસર મોકૂફ , ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર કર્યો જાહેર , પ્રાધ્યપક ઇમરજન્સી મેડિસિન વર્ગ-1ની પરીક્ષા ,