દેશ – દૂનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો અને દિવસે ને દિવસે સંક્રમણ વધતુ જ નોંધવામાં આવી રહ્યું છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 116 ને પાર પહોંચ્યો છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટિમ પણ દ્વારકા શહેરમાં પહોંચી છે અને શહેરની ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી લોકો સુઘી પહોંચાડવાની કોશિશ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના ના કેસ નો આંક દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કુલ 116 કેસ કોરોના ના પોઝીટીવ નોંધાઇ ચુક્યા છે. દ્વારકા શહેરમાં હાલ 6 કેસ કોરોના ના નોંધાય છે. તેમ બે કેસ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે નથી આવી જ્યારે બીજા કેસો માં ટ્રાવેલ હિસ્ટ્રી હતી.
અહીં આરોગ્ય વિભાગ ની ઊંઘ પણ હરામ થઈ છે કેમ કે દ્વારકા એ જગત વિખ્યાત ધર્મ સ્થાન હોવાથી અહીં બહારથી આવતા શ્રદ્ધાળુ અને મુલાકાતીઓનું પ્રમાણ ખુબ મોટુ છે. અહીં બહાર થી આવતા યાત્રિકો અને ટ્રાવેલ હિસ્ટ્રી વિનાના પણ બે કેસ આવ્યા છે, જેથી આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર પણ દોડતું થયું છે.
દ્વારકા નગર પાલિકા અને ખાસ કરીને નગરપાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા સેનેટાઈઝરનો લોકો દ્વારા ઉપયોગ કરવાની વિનંતીની સાથે લોકો માટે સેનેટાઈઝરનાં ઉપયોગ મામલે અનેક વખત અવેરનેસ પ્રયોગ પણ કરાઈ રહ્યા છે.
સાથે જ દ્વારકા નગર પાલિકા દ્વારા લોકો માસ્ક પહેરે , સામાજિક અંતર જાળવી રાખે અને લોકો સ્વયં જો સરકારની ગાઈડલાઈનનું પાલન કરે તો કોરોનાને રોકી શકાય છે તેવુ પ્રસ્થાપિત કરવાનાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાલિકા તંત્ર કોરોનાના સામેની જંગમાં તમામ પ્રકારે યોગ્ય કામગીરી કરી અને કોરોનાનાં કહેર વચ્ચે શહેરમાં પોઝિટિવ કેસ ન વધે તેના માટે પ્રયત્ન કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
