અરવલ્લી,
અરવલ્લીના 650થી વધુ આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા. આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માગણીને લઇ ધરણા પર ઉતર્યા હતા. આરોગ્ય કર્મચારીઓ પોતાની માગણી પુરી ન થતા રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને “હમારી માગ પુરી કરો” અને “ત્રિસ્તરીય માળખાનો અમલ કરો”ના નારા સાથે સુત્રોચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત દ્વારા ધરણાની મંજૂરીના આપતા આરોગ્ય કર્મચારીઓએ દેવરાજ ધામમાં ધરણા કર્યા હતા.
