Not Set/  કુંભમાં મળી શકે છે કેબિનેટ મીટીંગ,પીએમ મોદી ગંગામાં લગાવશે ડુબકી

પ્રયાગરાજ, હાલ ચાલી રહેલાં કુંભમેળામાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના લાવ-લશ્કરના સાથે મુલાકાત લે તેવી શક્યતાઓ છે.કુંભમેળાના એડમિનિસ્ટ્રેશન એવા સંકેત આપ્યા છે કે પીએમ મોદી આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઇ શકે છે.પીએમ મોદીના કુંભના આગમન માટે તંત્ર પણ તૈયારીમાં લાગ્યું છે. કુંભ મેળાધિકારી વિજય કિરણ આનંદએ જણાવ્યું કે કેન્દ્રીય કેબીનેટની બેઠક કુંભમાં થવી ગૌરવની વાત છે.જેવી […]

India

પ્રયાગરાજ,

હાલ ચાલી રહેલાં કુંભમેળામાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના લાવ-લશ્કરના સાથે મુલાકાત લે તેવી શક્યતાઓ છે.કુંભમેળાના એડમિનિસ્ટ્રેશન એવા સંકેત આપ્યા છે કે પીએમ મોદી આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઇ શકે છે.પીએમ મોદીના કુંભના આગમન માટે તંત્ર પણ તૈયારીમાં લાગ્યું છે.

કુંભ મેળાધિકારી વિજય કિરણ આનંદએ જણાવ્યું કે કેન્દ્રીય કેબીનેટની બેઠક કુંભમાં થવી ગૌરવની વાત છે.જેવી આની સુચના આવશે તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

 પૂર્વથી પશ્ચિમને જોડતો પ્રયાગરાજથી મેરઠ સુધીનો ગંગા એક્સપ્રેસ-વેનું શિલારોપણ અને પ્રયાગરાજથી નોઇડા રાષ્ટ્રીય જળમાર્ગનો શરૂઆત પણ પી.એમ. મોદીથી કરાવી શકે છે.

 કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ અહીં બોલાવી શકાય છે.જો કે  હમણાં તો પીએમના આગમનની કોઇ અધિકૃત તારીખ નક્કી કરવામાં આવી નથી પણ કહેવામાં આવી રહ્યું હતું કે 18 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીનો વારાણસીમાં કાર્યક્રમ પ્રસ્તાવિત છે અને તે દરમિયાન અહીં પ્રયાગરાજમાં આ પણ કાર્યક્રમ થઇ શકે છે.

આ પહેલા ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 13 ફેબ્રુઆરીના રોજ કુંભ મેળા ક્ષેત્રમાં આવશે. તે અહીં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. તે બધા 13 અખાડાના પ્રતિનિધિઓ સાથે પાવન સંગમ  ડૂબકી લગાવશે. તેના પછી ઘણા મોટા સંતોના આશીવાદ પણ લેશે. તે કુંભને ધ્યાનમાં રાખીને  શહેરમાં કરાવેલા સ્થાયી કાર્યો પણ જોવા મળશે.

એવું પણ માનવામાં આવે છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહ આ દરમિયાન પી.એમ મોદીના કાર્યક્રમની તૈયારી પણ કરશે. અમિત શાહ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવવાનું કાર્યક્રમ પ્રસ્તાવિત છે. મુખ્યમંત્રી જ પીએમ મોદીના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરશે.

ગયા મહિને 29 જાન્યુઆરીએ કુંભ મેળામાં દેશના પ્રથમ યોગી સરકારની  કેબિનેટ બેઠેક મળી હતી. જેમાં આશરે 36 હજાર કરોડ રૂપિયાના ગંગા એક્સપ્રેસ-વે નિર્માણ પર મોહર લાગી હતી. હવે કુંભ માં મોદી સરકારની કેન્દ્રિય કેબિનેટની બેઠક છે.

કેબીનેટ મંત્રી પણ લગાવશે સંગમમાં ડૂબકી…

એવું માનવામાં આવે છે પીએમ મોદી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોની બેઠકમાં ભાગ લીધા પછી સંગમમાં પૂણ્યની ડૂબકી લગાવશે. સાથે જ કિલા સ્થિત મૂળ અક્ષયત્વ અને મોટા હનુમાન મંદિરનું દર્શન પણ કરશે. આ ઉપરાંત સંતોની સાથે  પણ મુલાકાત કરશે

આ અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, વીકે સિંહ, નિરંજન જ્યોતિ, ડૉ. હર્ષવર્ધન વગેરે કુંભમાં આવીને સંગમ સ્નાન કરી ચુક્યા છે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ કુંભ આવી ચુક્યા છે.