તમે Harley-Davidson બાઇક વિશે જાણતા જ હશો. આ બાઇક સમગ્ર વિશ્વમાં પરફોર્મ બાઇક્સ માટે જાણીતી છે. અમેરિકી વાહન કંપની Harley-Davidson એ ઇલેક્ટ્રીક બાઇક બ્રાન્ડ LiveWire ને સત્તાવાર રીતે લોન્ચ કર્યુ છે. હમણાં સુધી, કંપનીનાં ઉચ્ચ પ્રદર્શન ઇલેક્ટ્રિક બાઇક માટે લાઇવ વાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે કંપની તેનો ઉપયોગ તેની તમામ ઇલેક્ટ્રિક બાઇકનાં બ્રાન્ડ તરીકે કરશે.

સંકટમાં મદદ / ટ્વિટરે ભારતમાં આવેલી કોરોના મુશ્કેલી સામે લડવા 110 કરોડનું કર્યુ દાન
Harley-Davidson ની આ નવી યોજના મુજબ કંપની તેની LiveWire બ્રાન્ડ અંતર્ગત આઠ જુલાઇએ પ્રથમ મોડેલ રજૂ કરશે અને આ જ બાઇક ઇન્ટરનેશનલ મોટરસાયકલ શો દરમિયાન 9 જુલાઈનાં રોજ પ્રદર્શિત કરવામાં આવશે. હાર્લી ડેવિડસન કહે છે કે લાઇવવાયર બ્રાન્ડનું મુખ્ય મથક વર્ચ્યુલમાં આવશે. કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લાઇવવાયર હાર્લી ડેવિડસનનાં હાલના ડીલરશીપ નેટવર્ક સાથે સ્વતંત્ર બ્રાન્ડ તરીકે કામ કરવાનું શરૂ કરશે. ગ્રાહકો ડીલરશીપ તેમજ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લાઇવવાયર બ્રાન્ડેડ બાઇક ખરીદી શકશે. હાલમાં, કંપનીએ કેલિફોર્નિયામાં અમુક પસંદગીનાં સ્થળોએ તેની ડીલરશીપ શરૂ કરવાની યોજના બનાવી છે.

Technology / Netflix લોન્ચ કરી શકે છે N-પ્લસ સબસ્ક્રિપ્શન સર્વિસ, જાણો તેની વિશે સંપૂર્ણ માહિતી
કંપનીનાં સીઈઓ, અધ્યક્ષ જોચેન જેટ્ઝે નવી હાર્લી-ડેવિડસન લાઇવવાયર ઇલેક્ટ્રિક બાઇક બ્રાન્ડનાં લોન્ચ પ્રસંગે જણાવ્યું હતું કે, નવી ઇલેક્ટ્રિક બ્રાન્ડ કંપનીની હાર્ડવાયર વ્યૂહરચનાનાં 6 પીલર્સ (આધારસ્તંભ) માંથી એક છે. કંપની ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં લીડ કરવાની તકને મેળવવા માટે પ્રયત્નશીલ છે. તેમણે એ પણ પુષ્ટિ આપી કે કંપની લાઇવવાયર બ્રાન્ડ હેઠળ નવી એડવાન્સ ટેકનોલોજી અને ફીચર્સને વિકસિત કરવાની યોજના બનાવી છે જે ભવિષ્યમાં હાર્લી-ડેવિડસન ઇલેક્ટ્રિક મોટરસાયકલોમાં જોવા મળશે.

