T20 World Cup/ ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાને લઇને આવ્યા સારા સમાચાર

ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર એ છે કે, હાર્દિક પંડ્યા નેટ્સ પર બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જે સ્કોટલેન્ડ અને નામિબિયા વચ્ચેની સુપર-12 મેચ પહેલા ઓન એર બતાવવામાં આવ્યો હતો.

Sports
હાર્દિક પંડ્યા

ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડકપની મહત્વની મેચ પહેલા નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો – રાજીનામું / BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પદ પરથી આપ્યું રાજીનામું

આ પહેલો પ્રસંગ હતો જ્યારે પાકિસ્તાને T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ પાસે માત્ર પાંચ બોલિંગ ઓપ્શન હતા, જેના કારણે તેનું સંતુલન બરાબર થઈ શક્યું ન હતું. ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર એ છે કે, હાર્દિક પંડ્યા નેટ્સ પર બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જે સ્કોટલેન્ડ અને નામિબિયા વચ્ચેની સુપર-12 મેચ પહેલા ઓન એર બતાવવામાં આવ્યો હતો. તેણે લગભગ 20 મિનિટ સુધી બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની સામે નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. તેની પ્રગતિ પર મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોની દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. પ્રેક્ટિસ સેશનમાં જોડાતા હાર્દિક પંડ્યાએ સ્પષ્ટ કર્યું કે તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ફિટ છે. જણાવી દઇએ કે, પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાને ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – T20 World Cup / આ પહેલો T20 વર્લ્ડકપ હશે જ્યારે આ દિગ્ગજ ખેલાડીઓ જોવા નહી મળે

હાર્દિક પંડ્યા બુધવારે ફિટનેસ કવાયતમાંથી પસાર થયો હતો, જેમાં ટૂંકી સ્પ્રિન્ટનો સમાવેશ થતો હતો. હાર્દિક પંડ્યાએ આ ટ્રેનિંગ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈ અને ફિઝિયો નીતિન પટેલની દેખરેખ હેઠળ કરી હતી. જોકે, બોલિંગની પ્રેક્ટિસ કર્યા બાદ હાર્દિક પંડ્યાએ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે નેટ્સમાં સમય વિતાવ્યો હતો. ભારત પાસે શાર્દુલ ઠાકુરનાં રૂપમાં હાર્દિક પંડ્યાનો વિકલ્પ છે, પરંતુ તેણે પંડ્યાને ઝડપી બોલર ઓલરાઉન્ડરને બદલે માત્ર બેટ્સમેન તરીકે રમવાનું પસંદ કર્યું છે. શાર્દુલ જોકે સારા ફોર્મમાં છે. તે હજુ સ્પષ્ટ નથી કે પંડ્યા અત્યારે ભારત માટે એક મેચમાં બોલિંગ કરી શકશે કે પછી તેને ન્યુઝીલેન્ડ સામે 31 ઓક્ટોબરની મેચ માટે પસંદ કરવામાં આવશે. 28 વર્ષીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ છેલ્લે જુલાઈમાં શ્રીલંકા સામેની સીરીઝમાં બોલિંગ કરી હતી. IPLનાં UAE લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હાર્દિક પંડ્યાએ એક પણ ઓવર ફેંકી ન હોતી. ભારતનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને માર્ગદર્શક મહેન્દ્ર સિંહ ધોનીએ હાર્દિકની ફિટનેસ પર નજીકથી નજર રાખી હતી. હાર્દિક પાકિસ્તાન સામે સંપૂર્ણ રીતે બેટ્સમેન તરીકે રમ્યો હતો પરંતુ તેણે આઠ બોલમાં માત્ર 11 રન બનાવ્યા હતા.