અમદાવાદ/ સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર,સાયન્સ સિટીમાં 499 રૂપિયામાં નિહાળો

સાયન્સ સિટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો કરી કોમ્બો ઓફરમાં મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે ત્રણ દિવસીય 29 મી એ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ

Ahmedabad Gujarat
Untitled 61 1 સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર,સાયન્સ સિટીમાં 499 રૂપિયામાં નિહાળો

સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર  સામે આવી રહ્યા છે. સાયન્સ સિટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો કરી કોમ્બો ઓફરમાં મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે ત્રણ દિવસીય 29 મી એ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ .કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના હસ્તે આ કોન્ફરન્સ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે દેશ વિદેશમાં અને રાજ્યના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે.

આ પણ વાંચો:હત્યા / છેલ્લા આઠ વર્ષમાં થયેલી હત્યાના આંકડા જાહેર, સુરમાં સૌથી વધુ હત્યા …

જેમાં જન સમુદાયને વિજ્ઞાન સાથે જોડાવા ધ્યેયને અનુલક્ષીને સાયન્સ સિટીમાં વિવિધ   આકર્ષણર્યો છે. જ્યારે સાયન્સ સિટીના દર આજથી ઘટાડવામાં આવ્યા છે. જેમાં કોમ્બો ઓફરમા મંગળથી શુક્ર સુધી 900 ની જગ્યાએ 499 માં મુલાકાત (Science City Rate) લઈ શકાશે. જેમાં મુખ્ય પ્રવેશ, એક્વેટિક ગેલેરી, 5D થિયેટર, રોબોટિક ગેલરી, 1 VR રાઈડ, થ્રીલરાઈડ, માર્શ ટૂ મિશન રાઈડ, 4D થિયેટર, કોલ માઈ ની મુલાકાતનો સમાવેશ થશે.

આ પણ વાંચો:અલવિદા બપ્પી દા.. / બપ્પી લાહિરીને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

મંગળવારથી શુકવાર સુધી કોમ્બો ઓફરનો લાભ મળશે. શનિવાર,રવિવાર ઉપરાંત જાહેર રજાના દિવસે ટિકીટનો દર 699 રૂપિયા રહેશે. અગાઉ એક એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને 250 રૂપિયાની ટીકિટ લેવી પડતી હતી. ટીકીટના દર વધુ હોવાને કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતાં.આ કોમ્બો ઓફરને લીધે સાયન્સ સિટીમાં આવનારાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે.