Tech News: અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ (American technology giant) Googleએ આગામી દાયકામાં ટેક્સાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)માં 40 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. ત્યારે Googleના જ CEO સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) સામે આંખ મીંચીને ભરોસો કરતા યુઝર્સને સાવચેત રહેવા વિનંતી કરી છે. તેણે કહ્યું કે, AI જે પણ કંઈ બતાવે છે તેના પર આંધળો ભરોસો કરવો જોઈએ નહીં. ઉપરાંત AIમાં રોકાણનો ફુગ્ગો ફાટશે ત્યારે Google સહિત કોઈપણ કંપની તેની વિપરિત અસરોથી બચી શકશે નહીં.
“AI કરતાં Google વધુ સચોટ માહિતી આપે છે”
Googleના CEO સુંદર પિચાઈએ લોકોને સાવચેતી આપતા કહ્યું કે, AI જે પણ કંઈ બતાવે છે તેના પર આંખ મિંચીને ભરોસો કરવો જોઈએ નહીં. હાલના AI મોડેલ ભૂલો કરી શકે છે, તેથી તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. AI રચનાત્મક લેખ જેવા કામોમાં ખૂબ મદદ કરી શકે છે, પરંતુ તેની દેરક વાત પર ભરોસો કરી શકાય નહીં. લોકોએ Google સર્ચ જેવી અન્ય સુવિધાઓનો પણ ઉપયોગ કરતા રહેવું જોઈએ, કારણ કે તે વધુ સચોટ માહિતી આપે છે.
ભવિષ્યમાં AIનો ફુગ્ગો ફૂટી શકે છે
AI ટેક્નોલોજીમાં ભૂલની સંભાવના વધુ છે. Google આ વર્ષે મે મહિનામાં પોતાના સર્ચમાં AI મોડ શરૂ કર્યું હતું, જેમાં જેમિની ચેટબોટ (Gemini Chatbot)મારફત વપરાશકારને કોઈપણ એક્સપર્ટ સાથે વાત કરતા હોય તેવો અનુભવ મળે છે. સુંદર પિચાઈએ કબૂલ્યું કે, Google આ મોડને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. છતાં વર્તમાન AI ટેક્નોલોજીમાં ક્યારેક ભૂલો થઈ જાય છે. કોઈપણ કંપની સંપૂર્ણપણે સુરક્ષિત નથી. સુંદર પિચાઈએ કહ્યું કે, AIમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે, અને તેમાં અનાવશ્યક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ભવિષ્યમાં AI રોકાણનો ફુગ્ગો ફૂટી શકે છે.
કોઈ પણ કંપની બચી નહીં શકે
સુંદર પિચાઈએ જણાવ્યું કે, AIમાં રોકાણનો ફુગ્ગો ફાટશે ત્યારે Google જ નહીં કોઈપણ કંપની સંપૂર્ણપણે સુરક્ષિત નહીં રહે. જોકે, તેણે ભરોસો અપાવ્યો કે ઈન્ટરનેટની જેમ AIમાં પણ ભવિષ્યમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવશે. પોતાની ચિપ્સ, ડેટા, મોડલ અને રિસર્ચની આખી શ્રેણી હોવાના કારણે Google આ સ્થિતિનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે.
આ પણ વાંચો:Google Pay, PhonePe વપરાશકર્તાઓ અંગે RBI ગવર્નરે આપ્યું આ મહત્વપૂર્ણ નિવેદન
આ પણ વાંચો:EDએ GOOGLE અને METAને ફરી હાજર થવા માટે મોકલી નોટિસ , 21 જુલાઈએ હાજર થયા નહીં!
આ પણ વાંચોEDદ્વારા Google અને Metaને મોકલાય નોટીસ,ઓનલાઈન બેટિંગ એપ કેસ અંગે થશે પૂછપરછ !

