આગાહી/ ગુગલના CEO સુંદર પિચાઇ ભારતને લઈને ચિંતિત ,ચોંકાવનારી આગાહી કરતા કહ્યું આકરો સમય તો હજી બાકી

ભારતમાં જે રીતે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તે જોતા વિશ્વના પ્રબુદ્ધ નાગરિકો સતત ચેતવણી આપી રહ્યા છે.WHO ના વડા સમગ્ર વિશ્વ સમક્ષ આ ભારતની સ્થિતિ અંગે ચિંતા પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે હવેગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ

Top Stories World
pichai ગુગલના CEO સુંદર પિચાઇ ભારતને લઈને ચિંતિત ,ચોંકાવનારી આગાહી કરતા કહ્યું આકરો સમય તો હજી બાકી

ભારતમાં જે રીતે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તે જોતા વિશ્વના પ્રબુદ્ધ નાગરિકો સતત ચેતવણી આપી રહ્યા છે.WHO ના વડા સમગ્ર વિશ્વ સમક્ષ આ ભારતની સ્થિતિ અંગે ચિંતા પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે હવેગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઇએ જણાવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતી ખુબ જ ગંભીર છે અને સૌથી કપરી સ્થિતી હજી આવવાની હજી બાકી છે. પિચાઇએ સીએનએન સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમેરિકાના ઉંચામા ઉંચા વર્તુળો પણ ભારત અને અન્ય દેશોમાં વણસેલી આરોગ્ય સ્થિતી પર જે રીતે ધ્યાન આપી રહ્યા છે તે હૃદયસ્પર્ષી ઘટના છે. ભારતની સ્થિતી હાલમાં હૃદયને ભાંગી નાખે તેવી છે, અને મને લાગે છે કે આકરો સમય તો હજી બાકી છે.

સમગ્ર વિશ્વના દેશો એ ભારતમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ સામે મદદનો હાથ લંબાવ્યો છે તે બદલગૂગલના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે,’ આ પળોમાં અહીં હોવું તે હૃદયને ગમે છે. લોકો અહીંથી ભારતનું ધ્યાન રાખી રહ્યા છે. પ્રમુખ બાઇડેનથી માંડીને બ્લિન્કેન જેવા ઉચ્ચ સ્તરેથી ભારત સહિતના અન્ય પ્રભાવિત દેશોને મદદ કઇ રીતે કરી શકાય તેના પર ધ્યાન અપાઇ રહ્યું છે તે ઘટના હૃદયસ્પર્ષી છે.’

એ બાબત સુવિદિત છે કે ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઇએ ભારતમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ગયા સપ્તાહે જ જાહેરાત કરી હતી કે ભારતના લોકોને ઉપયોગી થઇ પડે તેવી તબીબી સામગ્રી માટે ગૂગલ રૂપિયા 135 કરોડના ભંડોળની ફાળવણી કરશે. આ દરમિયાન અમેરિકા તરફથી ભારતને કોવિડ-19નો સામનો કરવા મળનારી સહાયની પ્રથમ ખેપ શુક્રવારે ભારત પહોંચી હતી. પ્રથમ ખેપરૂપે અમેરિકા તરફથી ભારતને 440 ઓક્સિજન સિલીન્ડર અને રેગ્યુલેટર્સ તેમ જ 9,60,000 રેપિડ નિદાન ટેસ્ટનો જથ્થો મળી ચુક્યો છે. ભારત આ દરમિયાન કોવિડ-19 વેક્સિન માટે ટ્રિપ વેઇવર્સનો જથ્થો મેળવવા વિશ્વ વેપાર સંગઠનને દરખાસ્ત કરવા જઇ રહ્યું છે.

majboor str 1 ગુગલના CEO સુંદર પિચાઇ ભારતને લઈને ચિંતિત ,ચોંકાવનારી આગાહી કરતા કહ્યું આકરો સમય તો હજી બાકી