ચાર્જ/ ગુગલ ફોટા સર્વિસ માટે 1 જૂનથી ચાર્જ ચૂકવવો પડશે

ગુગલ ફોટા માટે પૈસા ચૂકવવા પડશે.

World
google ગુગલ ફોટા સર્વિસ માટે 1 જૂનથી ચાર્જ ચૂકવવો પડશે

ગુગલ હવે ફોટો સ્ટોરેજ માટે હવે તમારા પાસેથી દર મહિને ચાર્જ વસૂલશે.અત્યાર સુધી આ સેવા ફ્રી માં આપવામાં આવી હતી પરતું આગામી મહિનાથી એટલે કે 1 લી જૂન 2021થી ગુગલ ફોટો પર ફ્રી સ્ટોરેજને 15 જીબી સુધી મર્યાદિત કરી દીધું છે. જાે એનાથી વધુ સ્ટોરેજ હશે તો તમારે દર મહિને 150 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડશે.

દુનિયાનો નંબર વન સર્ચ એન્જિન હવે તેની સેવાનો ચાર્જ લેશે.ગુગલ ફોટોની અનલિમીટેડ સર્વિસ આ મહિને 30 એ ખત્મ થઇ જશે.ગુગલ સર્વિસ હાઇકવોલિટીના ફોટો અને વીડિયો માટે અનલિમીટેડ માટે ફ્રી સ્ટોરેજનો વિકલ્પ આપતો હતો.સર્વિસ ચાર્જની જાહેરાત ગુગલે ગત નવેમ્બર માસમાં કરી હતી.1લી જૂન2021થી ગુગલ ફોટો પર હાઇકવોલિટી ફોટા માટે પોતાની અનલિમીટેડ ફ્રી સ્ટોરેજ સેવા બંધ કરી દીધી છે. પરતું 1લી જૂનથી યુઝર્સે 15 જીબી ફોટો સ્ટોરેજ માટે ગુગલ વન સબસ્કિબ્શન લેવું પડશે જે પેડ સેવા હશે. એક જૂનથી હાઇ કવોલિટીવાળી સામગ્રી સ્ટોર કરી શકાશે. પરતું તેને તમારા ગુગલ એકાઉન્ટ ગણવામાં આવશે. એટલે કે એક વખત સ્ટોરેજ લિમીટ પહોંચી ગયા પછી એકસ્ટ્રા સ્ટોરેજ માટે ગુગલ વન સબ્સક્રિપ્શન લેવું પડશે,અથવા તમારે અગાઉના ડેટા ડિલીટ કરવા પડશે.ગુગલનો વાર્ષિક પ્લાન 1467 રુપિયાનો છે એટલે કે મહિને 146 રૂપિયા થશે.

ઉલ્લેખનીય છે કે 1લી જૂન પહેલા યુઝર્સના ફોટા કે વિડિયો હાઇકવોલિટીમાં અપલોડ માટે કોઇ ચાર્જ નથી તમે હાલ અનલિમીટેડ અપલોડ ફોટો હાઇકવોલિટીના કરી શકો છેો. પરતું 1લી જૂનથી તમારે 15 જીબી થી વધુ હશે તો તમારે પૈસા ચૂકવવા પડશે. યુઝર્સે હાલ ફોટા અને વિડીયો અપલોડ કરી લેવા જોઇએ.