Not Set/ બિન અનામત વર્ગના આંદોલન મુદ્દે સરકાર ઝુકી, સાંજે 4 વાગે આગેવાનોને સરકારે મળવા બોલાવ્યા

નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું આમંત્રણ સાંજે 4 વાગે નીતિન પટેલની મળશે મહત્વની બેઠક આંદોલનમાં જોડાયેલા લોકો બેઠકમાં રહેશે હાજર SPGના લાલજી પટેલ, અલ્પેશ કથીરિયા રહેશે હાજર પૂર્વિન પટેલ, દિનેશ બાંભણિયા, રમાજુભા જાડેજા રાજ શેખાવત,ભરતભાઈ રાવલ, યજ્ઞેશ દવે રહેશે હાજર 2 એલ.આર.ડી ઉમેદવાર પણ રહેશે હાજર છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા […]

Uncategorized
cm 7 બિન અનામત વર્ગના આંદોલન મુદ્દે સરકાર ઝુકી, સાંજે 4 વાગે આગેવાનોને સરકારે મળવા બોલાવ્યા
  • નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું આમંત્રણ
  • સાંજે 4 વાગે નીતિન પટેલની મળશે મહત્વની બેઠક
  • આંદોલનમાં જોડાયેલા લોકો બેઠકમાં રહેશે હાજર
  • SPGના લાલજી પટેલ, અલ્પેશ કથીરિયા રહેશે હાજર
  • પૂર્વિન પટેલ, દિનેશ બાંભણિયા, રમાજુભા જાડેજા
  • રાજ શેખાવત,ભરતભાઈ રાવલ, યજ્ઞેશ દવે રહેશે હાજર
  • 2 એલ.આર.ડી ઉમેદવાર પણ રહેશે હાજર

છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા LRD ની આંદોલન કારી મહિલાઓની તરફેણમાં નિર્ણય લઈને સરકારે ૧ ઓગષ્ટ નો પરિપત્ર રદ કરવાની જાહેરાત તો કરી દીધી, પરંતુ તેના કારણે સવર્ણ સમાજ એટલે કે બિન અનામત વર્ગે ને નુકશાન થતા હવે બિન અનામત વર્ગે સરકાર સામે બાયો ચડાવી છે.

LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની 250થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે 66 દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો.

જેને પગલે   રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ છે અને સાંજે 4 વાગ્યે બેઠક કરશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાશે. તો આંદોલનમાં જોડાયેલા લોકો પણ બેઠકમાં હાજર  રહેશે. SPGના લાલજી પટેલ, અલ્પેશ કથીરિયા, પૂર્વિન પટેલ, દિનેશ બાંભણિયા, રમાજુભા જાડેજા, રાજ શેખાવત, ભરતભાઈ રાવલ, યજ્ઞેશ દવે હાજર રહેશે. તો 2 એલ.આર.ડી ઉમેદવાર પણ હાજર  રહેશે.

આ બિન અનામત મહિલાઓના સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો જોડાયા હતા. આજે સવારે પણ બિન અનામત વર્ગની મહિલાઓ ઘ-4 પાસે સરદાર પટેલની પ્રતિમા બેસી ગઈ હતી. જેને પગલે રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ છે અને સાંજે 4 વાગ્યે બેઠક કરશે.

બુધવારે સાંજે ગાંધીનગરના ઉમિયામાતા મંદિર ખાતે બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના પ્રતિનિધીઓ મળ્યા હતા જેમાં પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત, લોહાણા, બ્રહ્મક્ષત્રિય, સોની અને અન્ય જ્ઞાતિના આગેવાનોએ ભાગ લઇને બિન-અનામત સંકલન સમિતિની રચના કરાઇ હતી. જેમાં સરકાર દ્વારા કોઇપણ પગલું ભરતા પહેલા સમિતિની સાથે ચર્ચા વિચારણા કરે નહિ તો, ગુજરાતભરમાં સરકાર સામે બિન-અનામત જ્ઞાતિઓના લોકો આંદોલન કરી રસ્તા પર ઉતરી આવશે તેવી ચીમકી પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આ બેઠક બાદ ઉચ્ચારી હતી.

તો બીજી બાજુ lrdમાં પાસ થયેલી બિનઅનામત વર્ગની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે. ઝડપથી તેમને નિમણુંક પત્ર આપવા અને જુનો ઠરાવ રદ નહી કરવા અને મહિલા અનામત આપવા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આગામી દિવસોમા હાથ ધરાશે.

ક્યાંથી ઉગ્યા વિવાદના મૂળ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

શું છે ૧ ઓગષ્ટ ૨૦૧૮ નો પરિપત્ર
1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.